Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ લું]
સિંહપુરને સિંહલવશ
[૪૧૩
અસંભવિત નથી, પરંતુ વધારે સંભવિત એ છે કે દીષવંસ સહુથી પ્રાચીન હોઈ એમાં આ અનુકૃતિનું સહુથી જૂનું સ્વરૂપ જળવાયું છે; એ અનુસાર સુસીમાં વંગરાજની કુંવરી ખરી, પણ એના પુત્રે સિંહપુર લાદેશ(ગુજરાત)માં વસાવેલું ગણાય.૨૩
એ વર્ષે સિલેનના હિસ્ટોરિકલ એસોસિયેશન સમક્ષ વંચાયેલા નિબંધમાં મેન્ડિસ નામે વિદ્વાન મહાવંસમાં નિરૂપાયેલા આ વૃત્તાંતમાં રહેલા વિરોધની છણાવટ કરી જણાવ્યું કે એના લેખકને જાણે લાળ બંગાળાની સમીપ આવેલ હોય એવી છાપ રહેલી લાગે છે, પરંતુ સોપારાના ઉલ્લેખ પરથી ઢાઢ એ લાટ (ગુજરાત) હોવાનું સ્પષ્ટ થાય છે ને ગુજરાત તો બંગાળાથી હજારેક માઈલ દૂર આવેલું છે. સિંહપુર એ સિહોર છે. ૨૪
આ અરસામાં શ્રી. રત્નમણિરાવ ભીમરાવે વસન્ત રજત મહોત્સવ ગ્રંથ (૧૯૨૭) માટે ગુજરાતનું વહાણવટું” નામે લેખ૨૫ તૈયાર કર્યો તેમાં એમણે પ્રો. રાધાકુમુદ મુકરજીના મતનું ખંડન કરી દર્શાવ્યું કે સિંહપુરથી સિલેન જવા નીકળેલ વિજય સોપારી આગળ આ એ જોતાં બંગાળાના બંદરેથી નીકળેલે માણસ આખો કિનારે પૂર્વથી પશ્ચિમનો ચડી, વચમાં સિલેન વટાવી પછી ત્યાં ઊતરે તો જ વચ્ચે સોપારા આવે અને એવું બનવું અશક્ય છે, આથી જે સિંહપુર સૌરાષ્ટ્રવાળું હોય અને ત્યાંથી જ વિજય નીકળ્યો હોય તો રસ્તામાં સોપારા અવશ્ય આવે. ૨૬ વળી વિજય બંગાળાનો હતો એમ માની લઈએ તો એ ત્યાંથી પહેલાં જમીનમાર્ગે ગુજરાત આવ્યો હોય ને અહીંથી વહાણમાં નીકળ્યું હોય એમ બની શકે.
વળી આ સંદર્ભમાં શ્રી. રત્નમણિરાવ સિલેન અને ગુજરાત વચ્ચે જૂના વખતથી રહેલા નિકટ સંબંધને પણ નિર્દેશ કરે છે: ““લંકાની લાડી ને ઘોઘાને વર એ ગુજરાતી કહેવત વેપારાર્થે વસેલા ગુજરાતીઓનાં સંસ્થાનની વસ્તીને લગતાં લગ્નને લીધે જ ઉત્પન્ન થયેલી છે અને ગુજરાતી વાતમાં લંકાની બાબતે ઘણી આવે છે. બીજું ખાસ નોંધવા લાયક તે એ છે કે “વિવિધતીર્થકલ્પ' નામના જૈન ગ્રંથમાં પ્રાચીન કાળમાં કઈ સિલોનની રાજકન્યાએ ભર્ચમાં “શનિકાવિહાર' બંધાવ્યાને ઉલેખ છે.”૨૮ વળી એ નોંધે છે : “એટલું તો સિદ્ધ છે કે સિલેન સાથે ગુજરાતને પ્રાચીન કાળથી જે સંબંધ છે તે તામિલના સિલેનથી છેક પાસેના કિનારા સિવાય હિંદના બીજા કોઈ પણ ભાગ કરતાં વધારે છે.૨૯