Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ લુ']
સિંહપુરના સિંહલવશ
[૪૧૫
૧૯૪૦ માં શ્રી. મણિભાઈ દ્વિêદીએ લાટનુ સિંહપુર તે સૈારાષ્ટ્રનુ શિહોર નહિ, પણ તાપી નદીના તટ પાસે સેનગઢથી સાતેક માઈલને અતરે આવેલું સીંગપુર હોવાનું સૂચવ્યું.૩
૩૪
પછી વળી બંગાળાના કતિહાસમાં ડૉ. રાયચૌધરીએ દર્શાવ્યું કે વંગના ઉલ્લેખને લઈને રાજને રાઢા તરીકે જ ઓળખવુ જોઈએ ને સિંહપુરને એ પ્રદેશમાં આવેલ સિંગુર (જિ. હુગલી) તરીકે ઓળખી શકાય,૩૫ પરંતુ મોં શૂર્પારકના ઉલ્લેખ વિશે કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ભારતીય વિદ્યાભવનના His and Culture of tle Indian People ના ગ્રંથ ૨( ૧૯૫૧ માં ડો. કૃષ્ણસ્વામી આયંગરે વિજય અને એના સાથીદારો બંગાળાથી, પ્રાયઃ તામ્રલિપ્તિથી, સિલાન ગયા હોવાના મત અપનાવ્યા.૩૬
૧૯૫૧ માં સિલેનની યુનિવર્સિટીમાં “ રાજપુત્ર વિજય અને સિલેાનના આર્થીકરણ '' વિષે વ્યાખ્યાન આપતાં ડૉ. અશામે આ નુશ્રુતિક વૃત્તાંતની વિગતેનુ પૃથક્કરણ કરીને એમાંની કેટલીક વિગતે આગળ જતાં પછીની સ્થિતિ પરથી ઉમેરાઈ હોવાનું દર્શાવ્યું ને મૂળ કથામાં પ્રાયઃ લાટ અને શૂર્પારકના જ ઉલ્લેખ હતા, તે આગળ જતાં કારને ‘લાઢ’સમજી એની સમીપને વંગદેશ ઉમેરવામાં આવેલા એમ સૂચવ્યું, કેમકે બુદ્ધુ-મહાવીરના સમયમાં લાઢ અને વગ એ બંને પ્રદેશામાં આય સભ્યતા પ્રસરેલી નહાતી. સિંહલી ભાષામાં નામના પ્રથમા એકવચનને પ્રત્યય તથા મને સ્થાને ઘણી વાર થતા રૂના પ્રયાગ પૂર્વ ભારતની માગધીની અસર દર્શાવે છે, પરંતુ એ તે અશોકના સમયમાં પ્રસરેલી માગધી ભાષાની અસરને લઈને હોઈ શકે. સની જગ્યાએ ઘણી વાર પ્રયાજાતે હૈં પશ્ચિમ ભારતની અસર સૂચવે છે. વળી સિલેાનના પ્રાચીન રાજાઓનાં નામેામાં આવતા ગ્રામની રાજદ પણ આ અનુમાનનું સમન કરે છે, કેમકે આ શબ્દ પ્રાગ્યુદ્ધ કાલમાં પશ્ચિમ ભારતમાં ઘણા પ્રચલિત હતા. સિંહલ પ્રજાના નામ પરથી પડેલુસ હલદીપ'' નામ પણ પશ્ચિમ ભારત સાથેના સબંધ દર્શાવે છે, કેમકે સિદ્ધ પ્રાચીન કાલમાં પશ્ચિમ ભારતમાં જ ઘણા થતા. ‘વિજય’” એ તે। મૂળમાં કોઇ ઉર્ફે ડ અપરાધીઓના અને આ દ્વીપને જબરજસ્તીથી જીતી લેનાર Àોકાના વિજયી નેતાને અપાયેલું ગુણવાચક નામ હશે. સિલેનમાં પરિવ્રાજકાના વેશમાં પાંડુ વાસુદેવ અને એના સાથીઓનું થયેલું. આગમન એ આગળ જતાં ભારતના એ જ ભાગમાંથી થયેલું પણ શાંતિમય દેશાંતગ મન હશે. આ એ પ્રકારનાં દેશાંતમનો દ્વારા સિલેનમાં આ સભ્યતા સ્થપાઈ, જેમાં દ્રવિડ અને આદિમ સંસ્કૃતિનાં તત્ત્વ પણ ભળ્યાં.૩૭