Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સિંહપુરને સિંહલ વંશ
[૪૧૯ સિંહપુરને રાજપુત્ર વિજય, ભારતમાં જે દિવસે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે જ દિવસે લંકાદ્વીપમાં આવેલ એવું સિલેનની બૌદ્ધ અનુશ્રુતિમાં જણાવવામાં આવ્યું છે એ તો સ્પષ્ટતઃ સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપજાવેલું જણાય છે, કેમકે અશોક મૌર્યના સમકાલીન દેવોના પ્રિય તિરૂ( તિષ્ય)ની પહેલાં ત્યાં વિજય વગેરે પાંચ જ રાજા થયા, છતાં તેઓએ ૩૮+૩+૨ ૦૭૦ + ૬ =૨૧૮ વર્ષ રાજ કર્યું ને વચ્ચે ગાદી ૧+૧૩=૧૮ વર્ષ ખાલી રહી, એ રીતે વિજયના રાજ્યાભિષેકથી દેવના પ્રિય તિસ્યના રાજ્યાભિષેક સુધીમાં કુલ ૨૩૬ વર્ષ વીત્યાં એવું જણાવ્યું છે એમાં કેટલાક રાજાઓના રાજ્યકાલ વધારે પડતા લાંબા ગણાવવામાં આવ્યા છે.૫૫ રાજ્યારોહણ-સમયે ૩૭ વર્ષની વયનો થયેલો પાંડુક અભય ૭૦ વર્ષ રાજય કરે ને એના પછી ગાદીએ આવેલે એને પુત્ર મુસિવા ૬૦ વર્ષ રાજ્ય કરે એ દેખાતી રીતે કપોલકલ્પિત જેવું લાગે છે. વસ્તુતઃ દેવોના પ્રિય તિસની પહેલાંના પાંચ રાજાઓને રાજ્યકાલે જણાવ્યું છે તેના કરતાં લગભગ સો વર્ષ જેટલે ઓછ ગણાય. એ હિસાબે ત્યાં વિજયનું આગમન નંદવંશના રાજકાલ દરમ્યાન ઈ. પૂ. ચોથી સદીમાં થયું ગણાય.
સિલોનની અનુકૃતિ અનુસાર ત્યાં વિજય, પાંડુ વાસુદેવ અને અભય એ ત્રણ જ સિંહનું રાજ્ય પ્રવર્તે લું, જે કુલ ૩૮(+i)+૩૦+૨ = ૮૯ વર્ષ જેટલો સમય જ રહેલું, છતાં લંકાને સિંહલદ્વીપ' નામ મળ્યું, ત્યાંની મુખ્ય પ્રજા સિંહ” નામે ઓળખાઈને તેઓની ભાષા પણ સિંહલી” નામે જાણીતી થઈ એ પરથી માલૂમ પડે છે કે સિલેનમાં ત્યારે વિજય અને પાંડુ વાસુદેવ સાથે ગયેલા સિંહની સાંસ્કૃતિક અસર ઘણી વિપુલ તથા પ્રબળ હોવી જોઈએ.
પાદટીપ
2-3. Wilhelm Geiger, The Mahāvaṁsa or the Great Chronicle of Ceylon, Introduction, p. x
૪. એજન, પૃ. ૧૧; G. C. Mendis, “Ceylon”, Comprehensive History of India, Vol. II, p. 568
૫. W. Geiger, op. cil. pp. xi f, રાજા ધાતુસેનનો રાજ્યકાલ ઈ. સ. ૧૦૯-૫૭ને કી, અહીં “મહાવસ”ની રચના છઠ્ઠી સદીના આરંભમાં થઈ હોવાનું જણાવ્યું છે, પરંતુ હવે એ રાજાને રાજ્યકાલ ઈ. સ. ૪૬૦-૪૭૮ ને આંક્વામાં આવે છે (D. C. Sircar, “Ceylon”, Classical Age, p. 285) ને મહાનામાં પાંચમી સદીના છેલ્લા