Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૪ ]
સોય કાલથી ગુપ્તકાલ
[x.
વેલાની ભાતા, ભૌમિતિક આકૃતિઓની ભાતા વગેરે એ વાતને પુષ્ટિ આપે છે કે ગુજરાતના શિલ્પીએ-કલાકારે પાષાણુ, ધાતુ તેમજ માટીકામમાં પણ પેાતાની સુવિકસિત કલાને આવિષ્કાર કરી શકા હતા. આમાંની કેટલીક ભાતે (motifs) રાજસ્થાનમાં જૂના બિકાનેર રાજ્યનાં રંગમહાલ, બડે।પલ વગેરે સ્થળેએથી મળેલી ઈંટા ઉપર તેમજ સિંધમાં મિરપુરખાસના બૌદ્ધ સ્તૂપના અવશેષોમાં મળે છે. આને ગુપ્તયુગની સારનાથ, ભ્રમરા આદિ સ્થળાએથી મળેલી ભાતા સાથે સરખાવતાં જણાશે કે ગુપ્તકાલનાં કેટલાંક અલંકરણ, કેટલીક ભાતા વગેરે ક્ષત્રપકાલના રાજસ્થાન, ગુજરાત અને સિંધના અવશેષામાં મળી આવતી ભાતા વગેરેનાં અનુગામી છે. ગુપ્ત-સામ્રાજ્ય જેમ જેમ વધતું ગયું તેમ તેમ એની સાંસ્કૃતિક્ર અસર જેમ જિતાયેલા પ્રદેશેામાં થઈ તેમ જ સ્વાભાવિક રીતે જ, માનવની પ્રકૃતિ અનુસાર જ, આ પ્રદેશની સાંસ્કૃતિક અસર ગુપ્ત સામ્રાજ્યના કેંદ્રીય પ્રદેશામાં પશુ અપનાવાઈ. સાંસ્કૃતિક વિનિમય હ ંમેશાં ઉભયપક્ષી હોય છે, એકપક્ષી નથી હોતા.
ક્ષત્રપકાલની માટીકામની કલાના અન્ય નમૂનાઐમાં જૂનાગઢ અને અમરેલીના ખાદકામમાંથી મળેલા અવશેષ પણ નોંધપાત્ર છે. ૧
ગુપ્તકાલીન શિલ્પસમૃદ્િ
ગુજરાતમાં ગુપ્તકાલની એટલે કે ગુપ્ત રાજવીની રાજકીય અને એની અનુગામી સાંસ્કૃતિક અસર લગભગ ઈ. સ. ૩૯૫ અને ૪૦૫ આસપાસ પ્રાય: ચદ્રગુપ્ત ખીજાએ ગુજરાત પર રાજસત્તા પ્રસારી તે બાદ શરૂ થાય છે અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં કુમારગુપ્તના સિક્કા મળે છે તેમજ ચંદ્રગુપ્ત બીજાના રડ્યાખડ્યા સિક્કા પણ મળ્યા છે એ ઉપરની વાતને પુષ્ટિ આપે છે. ગુપ્ત પછીના ગુપ્ત રાજાએાના સિક્કા ગુજરાતમાં મળ્યા નથી અને બેંકે શરૂઆતના મૈત્રક રાજવીએ પેાતાને ‘સેનાપતિ' કહેવડાવતા અને જોકે ધરસેન ૧ લાએ પેાતાના પરમ સ્વામીના ઉલ્લેખ પણ કર્યા છે અને જોકે મૈત્રકાએ ગુપ્ત રાજાઓની રહીસહી ધૂંસરી લગભગ ઈ. સ. પર૫ પછી ફેંકી દીધી તેાપણ એટલુ તા સ્પષ્ટ છે કે ગુપ્તાની રાજકીય અસર ગુજરાતમાં પ્રમાણમાં અલ્પજીવી રહી; લગભગ એકસે। વષઁથી વધારે વખત ન રહી. વાસ્તવિક રીતે તે આ અસર ઈ. સ. ૪૭૦ આસપાસ ભટાર્કના સમયથી જ ક્ષીણ થવા લાગી હતી.
આપણે ઉપર જોઈ ગયા તેમ ગુજરાતને પેાતાના શિલ્પકલાને ઉત્કૃષ્ટ વારસા હતેા અને તેથી જ ઉત્તરપ્રદેશ આસપાસનાં ગુપ્તકાલીન શિલ્પેની શૈલીનાં