Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું]
શિલ્પકૃતિઓ
[ ૩૯૭
ઉત્તમ પ્રકારની ગુપ્તકલાની યાદ આપે છે. લંબગોળ મુખ બાઘની ગુફાનાં શિલ્પોની પરિપાટીની યાદ દેવડાવે છે, પણ કટિ નીચેનું ધોતિયું અને વચ્ચેની પાટલીની કલામય ભાત શામળાજીનાં અન્ય શિપોની યાદ આપે છે. ૪૯ ઈ. સ. ૪૬૦ અને ૫૦૦ ની વચ્ચેના સમયનું આ શિલ્પ શ્વેતાંબર જૈન પરંપરાનું છે અને આજ સુધી મળેલી તીર્થંકર-પ્રતિમાઓમાં સર્વત્ર તીર્થકરની આ જૂનામાં જની ઉપલબ્ધ તીર્થંકર પ્રતિમા હાઈ કતાબંર-દિગંબર મૂતિભેદના સમય ઉપર એ અગત્યનો પ્રકાશ પાડે છે.•
અન્યત્ર જ્યારે ગુપ્તકાલ ચાલુ હતા ત્યારે ઈ. સ. ૫૦૦ પછી ગુજરાતમાં એની અસર લુપ્ત થવા લાગી અને ઈ. સ. ૫૫૦ પછી તો ગુપ્તકલાની નહિ, પણ પ્રાચીન પશ્ચિમ ભારતીય શૈલીની કૃતિઓ થવા લાગી. ક્ષત્રપ, ગુપ્ત કે અનુગુપ્ત છઠ્ઠા સૈકાનાં શિલ્પોમાં આપણને અભિલેખ અથવા સંવત ભાગ્યેજ મળ્યા છે. એવા સંજોગોમાં ગુજરાતનાં શિપમાં ગુપ્ત અને મૈત્રકકાલીન શિલ્પો વચ્ચે સ્પષ્ટ વિભાગ પાડતી રેખા દોરવી અઘરી છે. હજુ વધુ સંશોધનને અવકાશ છે, એટલે જે શિલ્પ સંભવતઃ ઈ. સ. ૫૦૦ પછીનાં લાગે છે તે મૈત્રક-કાલીન શિપ તરીકે પછીના ગ્રંથમાં નિરૂપાશે.
પાદટીપ
૧. આની વિગતવાર ચર્ચા ગ્રંથ ૧ માં આપવામાં આવી છે. 2. Dayaram Sahani, The Excavations at Bairat, pp. 18, 25 ff. 3. R. N. Mehta, Excavations at Timbarva, p. 19, fig. 12
8. K. N. Puri, Excavations at Redh, Plates XII-XV and XVI. XVII.
4. Dayaram Sahani, Excavations at Sambhar, Plates
S. U. P. Shah, " Śunga Railing Pillars from Lalsot”, Journal of the American Oriental Society, Vol. LXXXII, No. 1, pp. 70-71 and plate
6. D. R. Bhandarkar, Archaeological Remains at Nagari
८. वासुदेवशरण अग्रवाल, 'राजस्थानमें भागवतधर्मका प्राचीन केन्द्र'. " नागरी પ્રચારની પ્રત્રિ ', વર્ષ ૨૬, મં ૨-૨, પૃ. ૧૧૬-૧૨૨