Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ રુદ્રદામાં ઉચ્ચ કોટિને વિદ્વાન હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વ (સંગીત), ન્યાય આદિ મહાવિદ્યાઓનાં પારણ (ગ્રહણ), ધારણ (સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રવેગ (વ્યાવહારિક ઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. એ ગદ્યપદ્ય રચનામાં પ્રવીણ હતો. એને શૈલલેખ ગદ્યમાં હોવા છતાં ઘણે કાવ્યમય છે. એ સમસ્ત ભારતના સંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચતમ ગદ્યશૈલીનો ઉપલબ્ધ આદ્ય નમૂનો ગણાય છે.
આદર્શ રાજવીનાં અનેક લક્ષણે એના વ્યક્તિત્વમાં દષ્ટિગોચર થાય છે. જે નિમિત્તે એણે આ લેખ કોતરાવ્યો છે તે જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્ત સ્વરૂપ છે-ઊજળું પાસું છે. પ્રજાપાલક રાજાના પ્રજાપ્રેમી સૂબા સુવિચાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પીરજનો તથા જાનપદજનના અનુગ્રહાથે તેમજ એમના ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાખ્યા વિના પિતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચાને એ તળાવ હતું તે કરતાંય વધારે સુદ્દીન બનાવ્યું.
લોકકલ્યાણની ભાવના સાથે રાજ્યવ્યવસ્થાની સુદઢતા સારુ પણ રુદ્રદામાં એટલે જ સચિંત હતે. એની રાજ્ય-તિજોરી યોગ્ય રીતે જ વિઘટી, જકાત, અને સેના, ચાંદી, રને વગેરેથી ભરપૂર હતી. અમાત્યગુણોથી યુક્ત એવા અતિસચિવ (સલાહકાર મંત્રીઓ) અને કર્મસચિવ(કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી, એ રાજ્યનું સબળ અને સફળ સંચાલન કરતો હતો.
આમ એક આદર્શ રાજવી, વીર યોદ્ધા, ઉચ્ચ કોટિના વિદ્વાન, લોકકલ્યાણની ભાવનાને વરેલા, નીતિમાન, ધર્મપ્રેમી અને ઉદારચરિત સાહિત્યજ્ઞ રુદ્રદામાનું સુંદર, તેજસ્વી અને ઉદાત્ત ચરિત્ર ઊપસેલું જોવા મળે છે
એની રાજધાની
આ માટે એય પુરાવા સાંપડતા નથી, પરંતુ આનર્ત-સુરાષ્ટ્રને સઘળે પ્રદેશ સૂબાના વહીવટ નીચેના પ્રાંતને દરજજો ધરાવતો હતો એ અમાત્ય સુવિશાખની નિમણૂકથી સ્પષ્ટ બને છે. આથી એની રાજધાની ગિરિનગરમાં નહિ, પણ અન્યત્ર હોવી જોઈએ. એના દાદા ચાષ્ટનની રાજધાની ઉજજનમાં હતી અને ચાષ્ટનના મહાક્ષત્રપપદનો સીધે ઉત્તરાધિકાર મેળવનાર રુદ્રદામાની રાજધાની પણ ઉજજનમાં હોવાનો સંભવ સવિશેષ છે.