Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક
[૩૧ ૧૦ ૪૯ ફૂટ (૩૪ ૨૭ મીટર) જેટલા કદની હતી ને એના ૩ ફૂટ ૦.૯ મીટર) પહોળા પ્રવેશદ્વારમાં ચણિયારાવાળું બારણું હતું.
ચોકમાં પાકી ઈટની ફરસબંધી હતી. દીવાલ મોટી ઈટોની બાંધેલી હતી અને એના ઉપર બેકાણાંવાળાં લંબચોરસ નળિયાંનું એકઢાળિયું છાપરું હતું. પાછલી હરોળના વચલા ખંડમાં પથ્થરની ફરસબંધીવાળું ભોંયતળિયું હતું. વિહારના નૈઋત્ય ખૂણે મારી હતી. આ પરથી લાગે છે કે આ વિહારને એક વખત તે સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયે હશે. મૂળ વિહારની ફરસબંધી પર તેમજ ભીતની બહાર માટી પૂરીને એને જીર્ણોદ્ધાર કર્યાની નિશાનીઓ મળી આવી હતી. વિહારની પછવાડે કેટ બાંધવામાં આવ્યો હતો.
| વિવારના બાંધકામમાં વપરાયેલે લાકડાને કાટમાળ સંપૂર્ણ નાશ પામે હતો, પરંતુ જુદી જુદી જાતના લોખંડના ખીલા, સાંકળો વગેરે લાકડકામની સાક્ષી પૂરતાં હતાં. દરેક ખંડને એક જ બારણું હતું એ બારણાંનાં ચણિયારાં પરથી નક્કી થયું હતું. ખંડ જુદા જુદા કદના હતા. ખૂણા પરની ઓરડીઓ પર પહોંચવા માટે નાની નવેરી મૂકવામાં આવી હતી. અગ્નિખૂણામાં એક ઓરડી બહારના ઓટલા પર હતી. આ ઓરડીમાં દાખલ થવા માટે વિહારના અંદરના ભાગમાંથી બારણું મૂકવાની વ્યવસ્થા હતી.
દેવની મોરીના આ મોટા વિહારની પૂર્વમાં એક નાના વિહારના અવશેષ ખોદી કાઢવામાં આવ્યા હતા. આ વિવારની રચના ઉપરના વિહાર જેવી જ હતી, પણ એ કદમાં નાનો હતો. આ વિહારનું પ્રવેશદ્વાર પશ્ચિમાભિમુખ હતું. આ વિવારનો માત્ર થોડે ભાગ તપાસવામાં આવ્યો હતો.૧ ૧૫ દેવની મોરીની બૌદ્ધ વસાહત પર બીજા વિહાર હોવાનો સંભવ ખરો, પરંતુ એનું અઘરું થયું નથી. બાંધેલા બીજા વિહાર ગુજરાતનાં ગામે અને નગર હેઠળ દટાયેલા હશે, પરંતુ એની માહિતી માટે વધુ તપાસ અપેક્ષિત છે. ૧૧૬
પ
આ વિહારની પાસેના ભોજરાજના ટેકરાનું ખોદકામ કરતાં એમાંથી એક સૂપ મળી આવ્યો હતો પટ્ટ , આ. ૬૦ ). એને ઉપલે અને બહારના ભાગ તૂટી ગયેલો હતો. મોજૂદ રહેલાં ખંડેરોમાં ત્રણ પીઠિકાવાળો સ્તૂપ હોવાનું માલુમ પડયું હતું. પાયાની ઉપર એક ચેરસ પીઠિકા, એની ઉપર બીજી નાના કદની ચોરસ પીઠિકા, એની ઉપર ત્રીજી નાની પીઠિકા અને એની ઉપર ગોળાર્ધ અંડના અવશેષ મળ્યા હતા. નીચલી પીઠિકા ૮૬ ૮૬ ફૂટ(૨૫૮ ૨૫૮ મીટરની હતી