Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું ] શિલ્પકૃતિઓ
[૩૮૯ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોમાં ઉપરની પાંપણ કંઈક ઢળેલી રહેવાથી આંખો સંપૂર્ણ ખૂલેલી નથી હોતી એટલે ઘણું વિદ્યાને પશ્ચિમ ભારતનાં ક્ષેત્રપાલીન શિપોને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે. પશ્ચિમ ભારતમાં ક્ષત્રપાલનાં શિપમાં ખુલ્લી આંખોને જે રિવાજ હતો તેની પ્રતીતિ કહેરી અને કાર્લાનાં શિલ્પ, ખાસ કરીને કાર્લાનાં યુગલ અને કહેરીમાંના સાતવાહન રાજવીઓ વગેરેનાં શિ૯૫, જેવાથી થશે. કાર્લાની ગુફાના પ્રવેશદ્વારની બે બાજુએ કોતરેલાં ઊભાં નરનારીનાં શિલ્પોને શામળાજીનાં ઉપર નેધેલાં શિલ્પ સાથે સરખાવવાથી સ્પષ્ટ થશે કે ક્ષત્રપકલમાં પશ્ચિમ ભારતની શિલ્પલાએ પોતાનું વિશિષ્ટ રૂપ ધારણ કર્યું હતું અને પ્રાદેશિક થોડીક લાક્ષણિકતાઓ બાદ કરતાં, સમજાશે કે, કાર્લાનાં અને શામળાજીનાં શિલ્પ પશ્ચિમ ભારતની ક્ષત્રપકાલીન કલાના ઊંચી કોટીના નમૂના છે.
એટલે ખુલ્લી, વિસ્ફારિત મોટી આંખોવાળા એકમુખ શિવલિંગને ક્ષત્રપાલનું જ ગણવું જોઈએ.૪૨ ખેડબ્રહ્મા એક પ્રાચીન સ્થાન છે, જ્યાંથી ક્ષત્ર પકાલીન ઈટ વગેરે અવશેષ મળેલા છે.
(૬) ઈડરના શામળાજી આસપાસના પ્રદેશમાં આકાશલિંગ અર્થાત આકાશાછાદિત લિંગ (open-to-sky Lingas) સ્થાપેલાં હોય તેવાં ઈટાનાં પીઠવાળાં શૈવ મંદિરના અવશે મળેલા છે.૪૩ આવા અવશેષમાં સંભવતઃ માતૃકાઓ કે નાગણો વગેરેની પાષાણમૂર્તિઓ મુકાતી હશે. આવી મૂર્તિઓનો એક સમૂહ વડેદરા મ્યુઝિયમવાળા શ્રી વી. એલ. દેવકર આશરે અઢારથી વીસ વર્ષ પર લઈ આવેલા, પણ એ મૂર્તિઓ ક્યા સ્થળેથી (શામળાજી કે એની આજુબાજુનાં કયાં ગામોમાંથી) મળેલી એને સ્પષ્ટ ઉલ્લેખ આજ સુધી એમણે જાહેર કર્યો નથી, છતાં એ શિલ્પ શામળજી આસપાસથી આણેલાં છે એ નિર્વિવાદ છે. એ સમૂહમાં નાના કદની ગણોની અથવા જુદા જુદા દેવોની કે યક્ષની પાંચ આકૃતિ ખાસ નોંધપાત્ર છે (પટ્ટ ૨૮, આ. ૯૨-૯૩ તથા પટ્ટ ૨૯, આ. ૯૪-૯૬). એમાંના એક શિલ્પની નીચે બે અક્ષર જૂની બ્રાહ્મી લિપિમાં કરેલા છે, તે “વાયુ” અથવા “વાસુ” શબ્દ તરીકે વંચાયા છે. ૪૪ આ નામ પ્રતિમાનું કે એના ઘડનારનું હોઈ શકે. આ અક્ષર પાછળથી પણ કદાચ કોઈએ કોતર્યા હોય. નાની ઘંટિકાઓનો હાર ઉપવીત માફક ધારણ કરનાર આ દેવ કે ગણુ કોણ હશે એ સમજાતું નથી. બીજા યક્ષની આકૃતિ (પટ્ટ ૨૮, આ. ૯૩). કલા-શૈલીએ પિત્તલખોરાના યક્ષની અને સાંચીના અન્ય ય-ગણની આકૃતિઓની પરંપરાની હોઈ એ સ્પષ્ટ રીતે ઠીક ઠીક જૂની છે૪૫ અને ઈ. પૂ. ની પહેલી સદીથી માંડી ઈસ. ની બીજી સદી સુધીની ગણી શકાય તેવી છે. સમયાંકન