Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું].
શિલ્પકૃતિઓ
[૩૮૭
શકાય નહિ અને કલાના આ બધા નમૂનાઓને ચેથી સદીના ઉત્તરાર્ધથી– ઈ. સ. ૩૭૫ થી અનુકાલીન માની શકાય નહિ.
| ગુજરાતમાં ઈ. સ. ના ચોથા સૈકાના અંતભાગમાં સર્જાયેલી આ કલાકૃતિઓ ગુજરાતની ક્ષત્રપકાલની સંસ્કૃતિનું મનોહર ચિત્ર રજૂ કરે છે. જ્યારે મધ્યપ્રદેશની ગુપ્તકલાની સીધી અસર અહીં નહોતી ત્યારે આ સ્તૂપ બન્યો હતો. ચંદ્રગુપ્ત બીજાના સમયના પહેલાં આ પ્રદેશ પર ગુતાને અધિકાર જ ન હતો.
શામળાજી અને દેવની મોરી આસપાસથી જે પ્રાચીન હિંદુ પ્રતિમાઓ મળી છે તેમાંથી કેટલીક પ્રતિમાઓને આ લેખકે ઈ. સ. ૪૦૦ આસપાસની ગણી હતી.૩૫ આ અનુમાન શિલ્પશૈલીના ગુજરાત-રાજસ્થાનના ઉપલબ્ધ જુદા જુદા નમૂનાઓના વિકાસ વગેરેની દષ્ટિએ બાંધ્યું હતું. દેવની મેરીના સ્તૂપના અવશેષએ હવે એ સિદ્ધ કરી આપ્યું છે કે ક્ષત્રપાલમાં, નિદાન ઈ. સ. ના ત્રીજા-ચોથા સૈકામાં, આ પ્રદેશમાં કલાસર્જન એ કેટિએ પહોંચ્યું હતું કે જે સમગ્ર ઉત્તર ભારતની તત્કાલીન કલાકૃતિઓની આગલી હરોળમાં બેસી શકે અને એ જ સમયમાં અહીં જે શિવ પાશુપત સંપ્રદાયની પ્રતિમાઓ વગેરે થઈ ગેમ માનવામાં આવ્યું હતું એ બિલકુલ વાજબી જ હતું. દેવની મોરીમાંના એક પ્રાચીન શિવલિંગવાળા ખંડિત દેવાલયના પાયા ખોદતાં એવા પુરાવા મળી આવ્યા કે અહીં સમયમાં જે જાતની ઈ ટાના બૌદ્ધ વિહાર અને તૂપ બન્યા બરાબર તેવી જ ઈટના એ સમયના શૈવ મંદિરના પાયા પેલા શિવલિંગના પીઠના પાયાની નીચે મોજૂદ હતા.
એટલે બૌદ્ધ સ્તૂપનાં સમકાલીન કેટલાંક શૈવ શિલ્પ શામળાજી અને આજુબાજુના પ્રદેશમાં મળવાની સંભાવના હજુ પણ ઊભી રહે જ છે. શામળાજીની આજુબાજુના પ્રદેશમાંનાં ઉપલબ્ધ શિલ્પોમાંથી નીચેનાં શિપોને ચોક્કસ રીતે ક્ષત્રપકલમાં ગણાવી શકાય :
(૧) કમરે હાથ દઈ ત્રિભંગમાં ઊભેલી અને પગ પાસે ઊભેલા નાના બાળક સાથેની યક્ષી કે કઈ દેવીની પ્રતિમા ૭ (પટ્ટ ૨૫, આ. (૭)
(૨) માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ (પષ્ટ ૨૬, આ. ૮૯ )
આ મૂર્તિમાં માતાનું મુખ, છાતીને ભાગ, હાથ અને શિશુ સચવાયેલાં છે. માતાના શિર ઉપર કેશગુંફનની આગળના ભાગમાં પુષ્પમાલા વચમાં ચક્રાંકિત ચૂડામણિવાળી છે.૩૮