SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મું]. શિલ્પકૃતિઓ [૩૮૭ શકાય નહિ અને કલાના આ બધા નમૂનાઓને ચેથી સદીના ઉત્તરાર્ધથી– ઈ. સ. ૩૭૫ થી અનુકાલીન માની શકાય નહિ. | ગુજરાતમાં ઈ. સ. ના ચોથા સૈકાના અંતભાગમાં સર્જાયેલી આ કલાકૃતિઓ ગુજરાતની ક્ષત્રપકાલની સંસ્કૃતિનું મનોહર ચિત્ર રજૂ કરે છે. જ્યારે મધ્યપ્રદેશની ગુપ્તકલાની સીધી અસર અહીં નહોતી ત્યારે આ સ્તૂપ બન્યો હતો. ચંદ્રગુપ્ત બીજાના સમયના પહેલાં આ પ્રદેશ પર ગુતાને અધિકાર જ ન હતો. શામળાજી અને દેવની મોરી આસપાસથી જે પ્રાચીન હિંદુ પ્રતિમાઓ મળી છે તેમાંથી કેટલીક પ્રતિમાઓને આ લેખકે ઈ. સ. ૪૦૦ આસપાસની ગણી હતી.૩૫ આ અનુમાન શિલ્પશૈલીના ગુજરાત-રાજસ્થાનના ઉપલબ્ધ જુદા જુદા નમૂનાઓના વિકાસ વગેરેની દષ્ટિએ બાંધ્યું હતું. દેવની મેરીના સ્તૂપના અવશેષએ હવે એ સિદ્ધ કરી આપ્યું છે કે ક્ષત્રપાલમાં, નિદાન ઈ. સ. ના ત્રીજા-ચોથા સૈકામાં, આ પ્રદેશમાં કલાસર્જન એ કેટિએ પહોંચ્યું હતું કે જે સમગ્ર ઉત્તર ભારતની તત્કાલીન કલાકૃતિઓની આગલી હરોળમાં બેસી શકે અને એ જ સમયમાં અહીં જે શિવ પાશુપત સંપ્રદાયની પ્રતિમાઓ વગેરે થઈ ગેમ માનવામાં આવ્યું હતું એ બિલકુલ વાજબી જ હતું. દેવની મોરીમાંના એક પ્રાચીન શિવલિંગવાળા ખંડિત દેવાલયના પાયા ખોદતાં એવા પુરાવા મળી આવ્યા કે અહીં સમયમાં જે જાતની ઈ ટાના બૌદ્ધ વિહાર અને તૂપ બન્યા બરાબર તેવી જ ઈટના એ સમયના શૈવ મંદિરના પાયા પેલા શિવલિંગના પીઠના પાયાની નીચે મોજૂદ હતા. એટલે બૌદ્ધ સ્તૂપનાં સમકાલીન કેટલાંક શૈવ શિલ્પ શામળાજી અને આજુબાજુના પ્રદેશમાં મળવાની સંભાવના હજુ પણ ઊભી રહે જ છે. શામળાજીની આજુબાજુના પ્રદેશમાંનાં ઉપલબ્ધ શિલ્પોમાંથી નીચેનાં શિપોને ચોક્કસ રીતે ક્ષત્રપકલમાં ગણાવી શકાય : (૧) કમરે હાથ દઈ ત્રિભંગમાં ઊભેલી અને પગ પાસે ઊભેલા નાના બાળક સાથેની યક્ષી કે કઈ દેવીની પ્રતિમા ૭ (પટ્ટ ૨૫, આ. (૭) (૨) માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ (પષ્ટ ૨૬, આ. ૮૯ ) આ મૂર્તિમાં માતાનું મુખ, છાતીને ભાગ, હાથ અને શિશુ સચવાયેલાં છે. માતાના શિર ઉપર કેશગુંફનની આગળના ભાગમાં પુષ્પમાલા વચમાં ચક્રાંકિત ચૂડામણિવાળી છે.૩૮
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy