________________
૩૮૮]
મૌર્યકાલથી ગુસ્તકાલ
[પ્ર.
| (૩) ભીલડી–વેશે પાર્વતીની ઊભી પ્રતિમા નિર્વિવાદ રીતે ક્ષત્રપકાલીન છે. ૩૯ સંભવ છે કે એ ઈ. સ. ના ચેથા સૈકાની હેય. આ શિલ્પમાં પાર્વતીને અંગ પરના વ્યાઘ્રચર્મમાં વાઘનું મુખ કુષાણકાલીન મથુરાનાં શિલ્પોમાં મળતા સિના મુખ જેવું હોઈ આને સિંહચર્મ કહીએ તો પણ ચાલે. પણ મુખ્ય વાત તો એ છે કે કુરાણકાલમાં મથુરામાં જેવાં સિંહનાં મુખ થતાં તેવું જ આ મુખ (પટ્ટ ૨૫, આ. ૨૮) હાઈ પાર્વતીનું આ શિલ્પ ચોથા સૈકા પછીનું તો નથી જ.
(૪) શામળાજીમાંથી મળેલી ચામુંડાદેવીની ઉભી પ્રતિમા પણ ક્ષેત્રપાલની છે ૪૦ (૫ટ્ટ ૨૭, આ. ૯૦). ચામુંડાની આ પ્રતિમામાં દેવીના હાથમાં કાપેલું અસુરનું જે મસ્તક છે તે સ્પષ્ટ રીતે ગ્રીક અથવા ગ્રીક-રોમન છાયાનું છે, એટલે આ પ્રતિમાને અગાઉ ગણાવી છે તેમ ઈ. સ. ના ચોથા સૈકામાં બનેલી ગણવી એ જ ઇષ્ટ છે. આ પ્રતિમા સપ્તમાતૃકાઓનાં શિલ્પના એક સમૂહમાંની છે. જે સમૂહમાંની વધતે ઓછે અંશે ખંડિત અન્ય માતૃકાઓન્દ્રી , વૈષ્ણવી, વારાહી, સ્વાહા અથવા આગ્નેયી–પણ ક્ષેત્રપાલની જ ગણવી જોઈએ. દુપટ્ટાના અંતભાગ તેમજ અવસ્ત્રની વયમાં પાટલીના સ્થાને છેતરેલી ગોમૂત્રિકા-ઘાટની આકૃતિ (zi@zag pattern) અને વસ્ત્રની કલામય વલીઓ વગેરે ખાસ નોંધપાત્ર છે, કેમકે એમાં ગ્રીક અને ગાંધાર કલાની અસરો સ્પષ્ટ દેખાય છે. કેટલીક માતૃકાઓની કેડે બતાવેલા બે–સરી કે ત્રણ-સરી કંદરા પણ પ્રાચીન પરિપાટીના સૂચક હોઈ આ આકૃતિઓ તેમજ એવી એવી વિશિષ્ટતા ધરાવતી ઉપર નં. ૧ માં નેધેલી સ્ત્રી-આકૃતિ (પ૯ ૨૫, આ. ૮૭) નિર્વિવાદ રીતે ક્ષત્રપ કાલની સુવિકસિત કલાના, આશરે ઈ. સ. ચોથા સૈકાના, અવશેષ છે. મથુરાના સુરાપાનથી ઉન્મત્ત સ્ત્રી-પુરુષોના સમૂહવાળા એક ફલકમાંની૪૧ શ્રી આકૃતિ સાથે ઉપર નં. ૧ માં નોંધેલી શામળાજીની સ્ત્રી આકૃતિનાં અંગોની રચના સરખાવવાથી સ્પષ્ટ થશે કે મોટા જવન ભારપૂર્વક દેહવળાંક વડે દર્શાવવાની આ શૈલી ક્ષત્રપ તેમજ કુષાણ શિલ્પોમાં પ્રચલિત હતી.
(૫) ખેડબ્રહ્મામાંથી મળેલું લગભગ ચાર સાડાચાર ફૂટ (૧-૨ થી ૧૩૫ મીટર) ઊંચું મોટું એકમુખ શિવલિંગ, જે પહેલાં હિમતનગર મ્યુઝિયમમાં સુરક્ષિત હતું અને જે હાલ વડોદરા મ્યુઝિયમના કંપાઉંડમાં ઓપન-એર કલેકશનમાં છે તે (પટ્ટ ૨, આ. ૯૧), પણ ક્ષત્ર પકાલીન છે. ભવ્ય મેટું શિવમુખ મથુરાનાં કુરાણકાલીન શિપોની યાદ આપે છે. ગળામાં હાર પણ પ્રાચીન ઢબને છે. પશ્ચિમ ભારતનાં ક્ષેત્રપાલીન શિ૯પમાં આંખો સંપૂર્ણ ખૂલેલી હોય છે, આંખની કીકીઓ ઘણું ખરું બતાવવામાં આવતી નથી.