________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
તૂપની ઉપરની હભિકા અને છત્રયષ્ટિ તદ્દન નાશ પામ્યાં હતાં અને એના કોઈ અવશેષ મળ્યા નહિ, પણ સ્તૂપની અંદરની બાંધણી અણીશુદ્ધ રહી હતી. સ્તૂપના અંડના કેદ્ર ઉપર એક ચોરસ રચના કરીને એની આજુબાજુ શંખવલય (volutes) રચવામાં આવ્યાં હતાં, એટલે કે ઈટ એ રીતે ચણાઈ હતી. આ વલયની બાજુઓ પહોળી અને એક બાજુ અણિયાળી બનાવીને એને પીપળાના પાનનો ઘાટ આપવામાં આવ્યો હતો. આખીયે રચના જુદી જુદી દિશામાં ફરતી રહે એમ જુદા જુદા થર ગોઠવાયેલા હતા.
આવા પીપળાના પાનના ઘાટવાળાં વલયોની વચ્ચે આ સ્તૂપ જેના અંગે બંધાયો તે બુદ્ધના શરીરાવશેષનું પાત્ર અથવા દાબડે મૂકવામાં આવ્યો હતો. સચવાયેલ આ દાબડાને માટીના ઉપરથી તૂટેલા) ઘડાની વચ્ચે મૂકીને ઈ ટેરી ફરસબંધી ઉપર મૂકેલો હતો. પારેવા પથ્થરનો, સાત ઇંચ વ્યાસ અને પાંચ ઈંચ ઊંચાઈને આ દાબડ સંઘાડા પર ઉતારીને બનાવવામાં આવ્યું હતું. એનું ઢાંકણું ઢાંકણાની ટોચ ઉપર દકો અને દાબડાનો મુખ્ય ભાગ અલગ અલગ બનાવવામાં આવ્યાં લાગે છે.
આખાયે ઢાંકણ પર બહાર, બાજુ પર અને અંદરના ભાગ પર ઈ.સ. ની શરૂઆતની સદીઓમાં વપરાતી બ્રાહ્મી લિપિમાં “નિદાનસૂત્ર' અથવા પ્રતીત્યસમુપાદનો બૌદ્ધધર્મને વિખ્યાત સિદ્ધાંત કોતરેલે છે. આ સૂત્ર બીજા સ્તૂપમાંથી પણ મળી આવ્યું છે. બાર નિદાનોની ઉત્પત્તિ અને નિરોધની વાત એમાં દર્શાવી છે.
પણ ખરો ઐતિહાસિક મહત્ત્વને લેખ તો દાબડાની બહારની બાજુ ચારે તરફ અને તળિયાના બહારના ભાગ ઉપર પૂરો થતો સળંગ લેખ છે.૩૪ એ પરથી માલૂમ પડે છે તે કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષમાં, નૃપતિ રુદ્રસેન રાજ્ય કરતો હતો ત્યારે, મહાવિહારના આશ્રયે આ મહાતૂપની રચના થઈ. આ સૂપ સાધુ અગ્નિવર્મા અને સુદર્શને નામના બે શાક્ય ભિક્ષુઓએ કરાવ્યો. પથ્થરનો આ દાબડો મહાસેન નામના નિષ્ણુએ બનાવડાવ્યો.
બુદ્ધના અવશેપનું પાત્ર જ્યાંથી મળ્યું હતું તેના ઉપરના ભાગમાં ચણતર વચ્ચે ભગવાન બુદ્ધની માટીની એક આકૃતિ ચણી લેવામાં આવેલી મળી હતી (પટ્ટ ૧૨, આ. ૬ ). એની કલા અને સ્તૂપના બહારના ભાગમાં પ્રદક્ષિણામાર્ગમાંનાં ગોખમાંથી મળતાં શિપોની કલા એક લાગી છે એટલે બહારની કોતરણી અને આકૃતિઓ પાછળના સમયના સંભવિત જીર્ણોદ્ધારમાં બની હોય એમ માની