Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[૩૮૫
૧૭ મું]
શિલ્પકૃતિઓ ફેકે છે. એમાં પણ દેવની મોરીના સ્તૂપના અવશેષ તે ભારતીય કલાના ઈતિહાસમાં એક નવો દૃષ્ટિકોણ રજૂ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
તૂપના કટિભાગ પરના આ મનહર ગોખની આજુબાજુની જગ્યામાં પ્રથમ પીઠિકા જેવી થાંભલીઓ અને એની વચ્ચે મૈત્ય–ગવાનાં સુશોભનોની અંદર બૌદ્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી હતી. તદુપરાંત કેટલાક ગવાક્ષોની મળે ગોળાકાર સુશોભન હતાં, જ્યારે બીજા ગવાક્ષામાં ગણ કે ગ્રાસ–મુખ ગણાય તેવાં મુખ હતાં. આ સુશોભનની રમણીયતામાં વધારો કરવા ચેરસ સુશોભિત ઈ. વપરાતી અને એના ઉપર સાદા ચેરસ (checker pattern), શંખ, ગ્રાસ, પાન ઇત્યાદિની ભાત તથા આકૃતિઓ કંડારેલી હતી.
પ્રત્યેક ગેખની મધ્યમાં, માટીની બનાવેલી, માટીના ફલકની પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી (કંડારેલી અને પછી પકવેલી) બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિઓ બિરાજેલી હતી (જુઓ પટ્ટ ૨૪, આ. ૮૬), જેથી સ્તૂપના પ્રદક્ષિણા પથ ઉપર ફરતાં ફરતાં ઉપાસક તેમજ શ્રમણોની દૃષ્ટિ જ્ઞાન, અનુકંપા અને કારુણ્યના પ્રભાવનિધિ એવા સમ્યફસંબુદ્ધ તથાગત ભગવાનનાં ચરણકમળ પર રહે અને એમના ઉપર સમ્યફસંબુદ્ધ દશમલ શાક્યમુનિની મુદિત અને કરુણાયુક્ત દૃષ્ટિ પડે.
માટીની આ બચેલી પ્રતિમાઓ બનાવી સ્થાનિક ક્લાકારેએ ઉચ્ચ કક્ષાનાં સોપાન સિદ્ધ કર્યા છે. આશરે બે ફૂટ (૬૦ સે. મી.) જેટલી ઊંચાઈની આ પ્રતિમાઓ દૂરથી એકસરખી લાગે, પણ સૂક્ષ્મ અવલોકન કરતાં જણાય છે કે વસ્ત્રો, આસને તેમ દેહયષ્ટિનું વૈવિધ્ય કલાકારોએ રજૂ કર્યું છે. બુદ્ધ ભગવાનનું ઉત્તરીય કેટલીક પ્રતિમાઓમાં બેઉ ખભા અને હાથ ઢાંકીને અંગ ઉપર ઓઢેલું છે, જ્યારે કેટલીકમાં જમણે હાથ તથા ખભો ખુલ્લા છે. પહેલી ટબ ગાંધાર કલાને નામે
ઓળખાતી કલામાં વધુ પ્રચાર પામેલી એ જાણીતી વાત છે. ઉત્તરીય ઓલ્યા પછી એના જે વળ (વલ્લીઓ-folds) પડે તે જુદી જુદી મૂર્તિઓમાં જુદી જુદી રીતે બતાવ્યા છે, કેટલીકમાં ઉકીર્ણ બેવડી રેખા વડે, કઈમાં ઉપસાવેલી રેખા વડે દયાદિ. મસ્તક ઉપરના કેશ દક્ષિણાવર્ત નાના ગૂંચળામાં બતાવ્યા છે, અથવા કેટલીક પ્રતિમામાં ઊભા ઓળેલા છે. મુખાકૃતિ પણ જુદી જુદી છે. કેટલીક મુખાકૃતિ ગુપ્તકાલની સુંદર બુદ્ધ પ્રતિમાઓની યાદ આપે છે. કેટલીક પ્રતિભાઓમાં મસ્તક ઉપર ઉણી ને આકાર છે, બીજીમાં નથી. આ બધી પ્રતિમાઓ તેમજ સ્તૂપના જુદા જુદા ભાગ પરનાં જુદાં જુદાં અલંકરણોના પ્રકાર વગેરે ઝીણવટભર્યો અભ્યાસ માગી લે છે. ઈ-૨ ૨૫