Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૩૬૫
પીપળાના પાનના ઘાટવાળાં (શંખાવૃત) વલય રચવામાં આવેલાં હતાં. આ કેંદ્રની ઉપર અંડની અંદરના ભાગમાં ભગવાન બુદ્ધની પૂર્વાભિમુખ પ્રતિમા મૂકેલી હતી. એની નીચે કેંદ્રમાં માટીના પાત્રની અંદર પથ્થરને દાબડો હતો. આ દાબડાની બાજુઓ પર તેમજ એના તળિયા પર સંસ્કૃત પદ્યમાં અભિલેખ કોતરેલે છે. ૧૧૭ લેખ પરથી એ જાણવા મળે છે કે પહેલાં આ સ્થળે મહાવિહાર બંધાયો હતો અને પછી એના આશ્રયે કેઈક રાજા રુદ્રસેનને રાજ્યકાળ દરમ્યાન અને કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષે ૧૧૮ અગ્નિવર્મા અને સુદર્શન નામના બૌદ્ધ ભિક્ષુઓએ વિહારની ઉત્તરે આ મહાતૂપ બંધાવ્યો હતો.
દાબડાના ઢાંકણું ઉપર બહારના, બાજુના અને અંદરના ભાગમાં પાલિ ત્રિપિટકમાંનું પ્રતીત્ય-સમુપાદના સિદ્ધાંતને લગતું સૂત્ર કોતરેલું છે. આ સૂત્રમાં બાર નિદાનેની ઉત્પત્તિ અને નિરોધેનું રહસ્ય દર્શાવ્યું છે.૧૧૯
પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી, ધાતુના ટુકડા અને એક મણકે મૂકેલો હતો. તાંબાની દાબડીમાં બુદ્ધના શરીરાવશે સાચવતી સોનાની શીશી, રેશમી વસ્ત્રની બે કોથળી, પૂજાને સામાન, ચંદનના લાકડાના બળેલા કટકા વગેરે હતાં.
તૂપની ઉત્તરે એક જાડી દીવાલ બાંધેલી હતી તે વિહારના કોટની જેમ નદીની રેલ સામે રક્ષણ માટે હશે. સ્તૂપની બાજુમાં ચાર નાના સ્તૂપ હતા તે માનતા માટે બંધાવેલા પ્રતીક-તૂપો (Votive stupas) હોવાનું જણાય છે.૧૨૦ આ સ્તૂપની ઉપરની હાર્મિક તથા છત્રયષ્ટિ તદ્દન નાશ પામ્યાં હતાં તેથી એના રવરૂપ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી ન શકી.૧૨૧
શામળાજી પાસે મેશ્વો નદીને બંધ બંધાતાં આ બધા અવશેષ એવી રીતે રચાયેલા “શ્યામ સરોવરમાં પાણી નીચે ગરક થઈ ગયા છે. કડિયા ડુંગરની ગુફાઓ | ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના ઝગડિયા-નેત્રંગ તરફ જતાં ઝાઝપોરની. પાસે લગભગ ૫૦૦ ફૂટ(૧૫૦ મીટર ઊંચાઈને ડુંગરાળ પ્રદેશ આવેલું છે તેમને એક કડિયે ડુંગર કહેવાય છે. આ ડુંગર પર ખડકમાંથી કોતરી કાઢેલી આ સમયની સાતેક ગુફા મળી આવી છે તેમજ ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલે એક સિહતંભ છે. એની આસપાસ જમીનમાં દટાયેલા અનેક ઈ ટેરી સ્થાપત્યાવશેપ પણ જોવામાં આવે છે.
ડુંગર ઉપર સૌથી ઊંચેની બે ગુફાઓમાંની એકમાં પ્રવેશ કરતાં જમણી બાજુની દીવાલ પર બ્રાહ્મી લિપિમાં એક અભિલેખ (5' x ૧” અર્થાત