Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
૧૨ x ૬ મીટર) છે. લેખ તદ્દન ઘસાઈ ગયો છે. એની ત્રણેક લીટીના અક્ષર સ્પષ્ટ્રપણે બ્રાહ્મી લિપિના જણાય છે. ડાબી બાજુની દીવાલમાં માત્ર રેખાઓમાં અંકિત થયેલાં હાથી અને વાનરનાં શિલ્પ છે. આગળ વરંડા અને અંદરના ભાગમાં પાષાણમાં કાતરી કાઢેલી બેઠકો વાળા ખંડની સાદી રચના બોદ્ધ વિહારની પ્રતીતિ કરાવે છે.
પહેલી ગુફાની અંદરના ખંડ ૨૪'-'૭–” (૭૨ ૪૨.૨ મીટર) વિસ્તારનો છે અને એની ઊંચાઈ ૮'-૯' (૨૬ મીટર) છે. એમાં આવેલી બેઠક ૪' - ૧૦ x ૨-૩' (૧૯૪ x મીટર) માપની છે અને એ બે ફૂટ ઊંચી છે. બે નાના સ્તંભ છે તેમજ પ્રવેશદ્વાર આગળ બે મોટા સ્તંભ છે. સૌથી આગળ વરંડે ૧૧'-૬” (૩-૪ મીટર) સમચોરસ છે. સ્તંભોની કુંભીઓ લંબચોરસ તથા સ્તંભદડ અષ્ટકોણ છે અને એ સાદાં છે. વરંડા પર વેદિકા-ભાતની કોતરણી છે.
બીજી ગુફા પણ તદ્દન સાદી છે. એની અંદરનો ઓરડો છે” –૮” (૨-૩ મીટર) સમચોરસ છે, અને વરંડે ૧-૭” x ૭’– ૯” (૩ ૪૫ X ૨૩ મીટર) વિસ્તારનો છે. વરંડાની સપાટ છતને ટેકરી રાખતી દીવાલના આગલા છેડે કપાતઘાટની કાનસ (roll–Cornia ) છે.
ત્રીજી ગુફાને તો કોઈએ વસવાટ માટે ઉપયોગમાં લઈ એને આધુનિક ઢબની બનાવી એના રંગઢંગ બદલી નાખ્યા છે. પછીની ચોથી ગુફાને વરંડો ૩૧ ફૂટ (૯૩ મીટર) લાંબી છે. પાંચમી ગુફા અન્ય ગુફાઓ કરતાં બહુ નીચી સપાટીએ છે. અંદર ખંડ અને આગળ વરંડાની રચના અહીં પણ છે. છઠ્ઠી ગુફા તદ્દન સાદી છે. એમાં વરંડામાંથી ખંડમાં જવા માટેનું પ્રવેશદ્વાર ભાંગી ગયું છે. એ પછીની સાતમી ગુફા બિલકુલ ખંડિત હાલતમાં છે. આ ગુફાઓની આસપાસ પાણીના ટાંકાં પણ છે.
નીચેથી ઉપર પાતળા થતા જતા એક જ પથ્થરમાં કંડારેલે ૧૧ ફૂટ (૩૩ મીટર) ઊંચો એક શિલાતંભ અહીં આવેલ છે. સ્તંભના શિરોભાગે બે-શરીરવાળી અને એક-મુખવાળી એક સિંહાકૃતિ છે. આ સિંહસ્તંભ બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયા હોય એમ લાગે છે.
ગુફાની સાદાઈ, લેખ, સ્તંભોને આકાર અને વેદિકાની ભાતમાં કાષ્ઠકલાનું અનુકરણ, તેમજ ભંયતળિયામાં લાકડાના સ્તંભ બેસવા માટે કરેલાં કાણાં