Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
અને સ્તૂપની હાલની ઊંચાઈ લગભગ ૪૦ ફૂટ (૧૨ મીટર) હતી. નીચેની પીઠિકા જમીનથી ૮ ફૂટ (૨૪ મીટર) ઊંચી હતી. આ પીઠિકાનો ઉપયોગ પ્રદક્ષિણ-પથ તરીકે થતો હશે. આ પીઠિકાની દીવાલની એક બાજુએ કુંભ-કળશથી શોભતા બાર ભીંતા (અર્ધ-ચણેલા સ્તંભો) એવી રીતે ગોઠવાયેલા હતા કે દીવાલની દરેક બાજુએ અગિયાર ગાળા ( તંભ-અંતરાલ) પડે. આ થાંભલીઓનાં સર( capitals) ઘાટમાં ભારતીય–કોરિધિયન શૈલીમાં હોઈ ભારતીય-ગ્રીક કે ભારતીય–બાલિક અસર સ્પષ્ટ વર્તાતી હતી. સરાં પરના પાટડામાં ફૂલવેલનાં સુશોભનોથી અંકિત ત્રણ પદ્રિકાઓ (friezes) આવેલી હતી. આ આખીયે પટ્ટિકામાં આંતરે આંતરે વિવિધ થર આવેલા હતા. એમાંના એકમાં નાના ચેરમેની, બીજામાં મોટાં પાંદડાંવાળી વેલની અને ત્રીજામાં હારબંધ ટોડલાની સળંગ પટ્ટી કાઢેલી હતી. થાંભલીઓનાં સરાંમાંની સૌથી ઉપરની કેવાળમાં પણ ટોડલા, વેલ અને રસા જેવી ભાત હતી. આમાંનાં ઘણાં સુશોભન વેરવિખેર સ્થિતિમાં મળ્યાં હતાં(પદ ૨૨, આ. ૮૩, ૮૪).
નીચલી પીઠિકાની ઉપરના મથાળાના ભાગમાં ૮ ફૂટ(ર૪ મીટર)નો પ્રદક્ષિણામાર્ગ મૂકીને એનાથી થોડી નાના કદની પીઠિકા ૭૦ x ૭૦ ફૂટ (૨૧ – ૨૧ મીટર) વિસ્તારની આવેલી હતી. એને ફરતી જગ્યા પણ પ્રદક્ષિણાપથની ગરજ સારતી. આ બીજી પીઠિકાની દીવાલમાં પણ દરેક બાજુએ નવ નવ ગાળા પડતાં દસ દસ ભાંતા (અર્ધમૂર્ત સ્તંભ) આવેલા હતા. એમાંના પાંચ પાંચ ગોખલાઓમાં બુદ્ધની મૂર્તિઓ પધરાવેલી હતી. એ મૂર્તિઓ પકવેલી માટીની બે ફૂટ (૧૬ મીટર) જેટલી ઊંચી છે ને એમાં પદ્માસન પર શાસનમાં બિરાજેલા ધ્યાનસ્થ બુદ્ધનું મુદિત કરુણામય રવરૂપ પ્રગટ થાય છે. દરેક બાજુએ મધ્યગાળાના મથાળે લગભગ સવાત્રણ ફૂટ (૧૧ મીટર) ઊંચાઈની ઐત્યાકાર કમાન આવેલી હતી. વળી આ મધ્યગાળાની સ્તંભાવલિમાં પૂર્ણ કુંભ તથા આસનસ્થ સિંહોની આકૃતિઓ કતરેલી હતી. આ રૂપકનોમાં તેમજ પ્રતિમાની વેશભૂષામાં ગંધારની ભારતીયગ્રીક શિલ્પશૈલી દેખા દેતી હતી. પ્રતિમાઓ અને તારણોના ઘણાખરા અવશેષ એની મૂળ જગ્યાએથી નીચે તૂટી પડેલા મળ્યા હતા. આ બીજી પીઠિકાની ઉપર ત્રીજી નાની પીઠિકા હોવાની શક્યતા હશે, જેણે ઘણું કરીને અંડની પીઠિકાની ગરજ સારી હશે.
તૂપાનું અર્ધગોળ અંડ બહારથી વર્તુળાકાર દેખાતું હતું, પરંતુ એક તકતીમાં કોતરેલી સ્તૂપની નાની આકૃતિ પરથી આ અંડ ગોળાર્ધ આકારનું હોવાનું તથા એની ઉપર છત્ર હોવાનું સૂચિત થતું હતું. એની અંદરની રચના બરાબર જળવાઈ રહેલી હતી. અંડના કેંદ્ર પર એક ચોરસ આકાર રચી એની આસપાસ