Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬૨ ]
તળાવા
સૌ કાલથી ગુપ્તકાલ
[34
સાબરકાંઠા જિલ્લાના ભિલાડા તાલુકાનાં કેટલાંક ગામા પાસે તળાવનું આંધકામ આ કાલમાં થયુ હાય એમ લાગે છે. પવતામાં જે સ્થળે નાળાંએએ ખીણ પાડી હાય અને જ્યાં નીચે મજબૂત પથ્થર હાય ત્યાં એની પર માટીના બંધ બાંધીને પાણી રેકી તળાવા બાંધવાનો પ્રયાસ થયેલેા છે. આ તળાવેામાં જે બાજુએ પાણી ભરવામાં આવતું તે બાજુને ઈંટા અથવા પથ્થર વડે મજબૂત બનાવવામાં આવતી. આ તળાવામાં બધની લંબાઈ સ્થળ પરત્વે જુદી જુદી રહેતી, પરંતુ લગભગ ૧૦૦૦ ફૂટ (૩૦૦ મીટર ) લાંબા બંધ બંધાતા હોવાનાં એંધાણ મળ્યાં છે. તળાવાની પાળેાની ઊંચાઈ પણ ૬ ફૂટ (૧.૮ મીટર)થી માંડી પ૬ ફૂટ (૧૬૮ મીટર) સુધીની રાખવામાં આવતી. એમાંની માટી પાળેની નીચેની જાડાઈ ૨૫૦ ફૂટ (૭૫ મીટર) અને ઉપરની ૪૦ ફૂટ (૧૨ મીટર) જેટલી રખાતી. આ પાળેા ધાવાઈ ન જાય એ માટે તકેદારી તરીકે વધારાની પરનાળા રાખવામાં આવતી. આવી પરનાળે! એબાર (તા. ભીલાડા) અને દધાલિયા( તા. મેાડાસા )નાં તળાવેામાં ખડકમાંથી કોતરી કાઢવામાં આવી છે.૧૧૩
ઉત્તર ગુજરાતમાં દેલમાલ તા. ચાણસ્મા, જિ. મહેસાણા )ની પૂર્વમાં પાળેની કે પાલિની દેવીનું મંદિર જેના કાંઠે હાલ ઊભું છે ત્યાં આવુ એક પ્રાચીન તળાવ છે. મલ્લપુરાણમાં એને વૃદ્ધસર તરીકે એળખાવવામાં આવ્યું છે.૧૧૪
દેવની મેારી
સાબરકાંઠા જિલ્લામાં આવેલા શામળાજી પાસે દેવની મેારી નામના ગામની અને એની પાસે વહેતી મેશ્વો નદીની વચ્ચે ભેાજરાજને ટેકરે અને એની બાજુમાં એક લખચારસ ટેકરા આવેલા હતા. એ બને ટેકરાએમાં મેટા કરતી ઈટા અને લાલ ચકચકિત ગૃહ્માંડના અવશેષ મળી આવતાં વડાદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્ત્વ ખાતાએ ઉત્ખનન કરીને ત્યાંથી આ સમયને એક મોટા ઈંટરી સ્તૂપ અને એ ઈંટેરી વિહાર શોધી કાઢવા હતા.
વિહાર
લંબચેારસ ટેકરાનું ખેાદકામ કરતાં અત્યંત ખંડિત અવસ્થામાં ૧૬૦×૧૫૦ ફૂટ (૪૮×૪૫ મીટર) વિસ્તારના એક વિહારના અવશેષ મળી આવ્યા હતા. એનું પ્રવેશદ્વાર ઉત્તર તરફ હતું. વિહારની વચ્ચે માટે ખુલ્લો ચોક અને એની ચારે બાજુ હરેાળાધ આઠ આઠ કોટડી હતી. આ કાટડીએ