Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ સુ’]
સ્તંભન
સ્થાપત્યકીય સ્મારકા
[૩૬૧
પાદલિપ્તાચાય ના શિષ્ય નાગાજુ ને૧૦૮ સેઢી નદીના કાંઠે આવેલ સ્તંભનક(થામણા)માં પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી૧૦૯ એ પરથી ત્યાં જૈન મદિર બંધાયું હોવાનું સૂચિત થાય છે. હાલ ત્યાં એના કોઈ અવશેષ મળ્યા નથી. રહેઠાણુનાં મકાન
ઈ.સ. ૧-૪૦૦ ના ક્ષત્રપકાલ દરમ્યાનના તળ-ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલા સ્થાપત્યાવશેષ બહુધા ઉત્ખનન દારા અકેટા, વડનગર, શામળાજી, કામરેજ, દેવની મેરી વગેરે સ્થળેાએથી મળ્યા છે. આ અવશેષામાં સામાન્ય રહેઠાણુનાં મકાનો ઉપરાંત બૌદ્ધ વિહારા અને સ્તૂપેને સમાવેશ થાય છે. સામાન્ય વસવાટનાં મકાન માટે ભાગે ઈંટાનાં બાંધવામાં આવતાં. આ કાલમાં ઈટા મેોટા કદની (૧૫’' થી ૧૭'' × ૧૦'' થી ૧૨'' × ૨’ થી ૨ૐ') અર્થાત્ (૩૭.૫ થી ૪૩.૫ × ૨૫ થી ૩૦ × ૫ સે. મી.) વપરાતી. એના ચણતરમાં માટી વપરાતી. વડાદરા-અકાટામાંથી પ્રાપ્ત થયેલા આવા એક મેટા મકાનનું કદ ૭૦ × ૪૦ ફૂટ (૨૧ × ૧૨ મીટર) જણાયું છે. ત્રણ એરડા અને પરસાળવાળુ આ સમયનું એક ઈંટેરી મકાન વડનગરમાંથી પણ મળી આવ્યુ હતુ. મકાનેાના બાંધકામમાં પથ્થરના ઉપયેગ થયેલેા નજરે પડે છે. નગરામાં આ સમયનાં ઈંટેરી તેમજ પિંડારી મકાનાના અવશેષ ઉત્ખનન દરમ્યાન માલૂમ પડયા હતા. કારવણ તથા કામરેજમાં આ કાલની ઈંટેરી મારતા અસ્તિત્વ ધરાવતી માલૂમ પડી છે. શામળાજીમાં પણ આવાં ઈંટેરી મકાનેાના અવશેષ પ્રાપ્ત થયા હતા, પરંતુ તેનું ઊંડું. ઉત્ખનન કરવામાં આવ્યું ન હતુ તેથી એના સંપૂર્ણ તલદાનને ખ્યાલ આવી શકયો નથી. ૧૧૦
કિલ્લા
ક્ષત્રપકાલમાં કેટલાંક નગરાની આજુબાજુ કિલ્લા બાંધવામાં આવતા હતા. આ કાલના એવા એક કિલ્લાના અવશેષ શામળાજીમાં છે. ઈંટોના આ કિલ્લાના ૪૦૦ મીટર લંબાઈના અને ૨૦૦ મીટર પહેાળાઈના અવશેષ મળ્યા છે. ચણતર માટીનું છે. એની ચાતરફ પાણીની ખાઈ હોવાની નિશાનીએ છે. એ કિલ્લાના ઘણાખરા ભાગ દટાઈ ગયા હોવાથી એના પ્રવેશદ્વાર વગેરેની પૂરતી માહિતી મળતી નથી.૧ ૧ ૧
કામરેજનાં ખંડેર જોતાં એની ત્રણ બાજુએ ઊંડી ખાઈ અને એક બાજુથી ઉપર ચડવાને માગ છે. અહીં ઈંટોનું બાંધકામ દેખાય છે.૧૧૨