Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૭
શિલ્પકૃતિઓ
પ્રાચીન સાહિત્યમાં ગુજરાતના જુદા જુદા વિભાગો માટે આનર્ત, અપરાંત, લાટ, સુરાષ્ટ્ર વગેરે પ્રયોગ થતા હતા, એટલે આપણે જ્યારે ગુજરાતની પ્રાચીન શિલ્પકલા કે સ્થાપત્ય-કલા કે દતર કલાઓની ચર્ચા કરીએ ત્યારે એ યાદ રાખવું ઘટે કે મૌર્યકાલનું ગુજરાતનું શિ૯૫, ક્ષત્રપકાલીન ગુજરાતનું શિલ્પ એવા પ્રયોગોને અર્થ મૌર્યકાલમાંનું હાલના ગુજરાતમાં સમાયેલા પ્રદેશોનું શિલ્પ, અથવા ક્ષેત્રપાલનું હાલના ગુજરાતના જુદા જુદા જિલ્લાઓનું શ૯૫ ઈત્યાદિ રહેશે.
બીજે યાદ રાખવા લાયક મુદ્દો એ છે કે પ્રાચીન કાલથી માંડીને સેલંકીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરભૂમિની, ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ રાજસ્થાનની સાંસ્કૃતિક એકતા ઘડાતી ગઈ હતી. ક્ષત્રપ કાલમાં કામક અથવા પશ્ચિમી ક્ષત્રપોના નામથી ઓળખાતા રાજવંશીએનું સામ્રાજ્ય રાજસ્થાન અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને પૂર્વમાં ઉજજન સુધી ફેલાઈ ચૂક્યું હતું એટલે એક પ્રકારના રાજકીય એકમની સાથે સાંસ્કૃતિક એકમ ઘડાય એ સ્વાભાવિક છે. અનુગુપ્તકાલમાં એક બાજુ રાજસ્થાનમાં જાલોર -- ભંડેર તરફ ગુર્જર પ્રતીહારે તથા બીજી બાજુ મધ્ય ગુજરાતમાં નાંદીપુરીના ગુર્જર હોઈ આમ રાજસ્થાન અને ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક ગાઢ સંબંધ ચાલુ રહેલો જોઈ શકાય છે.
આ મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે જુદા જુદા કાલની ગુજરાતની શિલ્પકલાની વિચારણા કરીએ. કોઈ પણ કાલના ગુજરાતના શિલ્પાવશેષ પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોય તેવા કિસ્સાઓમાં રાજસ્થાનના અવશેષ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. લગભગ સોલંકીકાલ સુધીની ગુજરાત-રાજસ્થાનની શિલ્પકલા તેમજ સ્થાપત્યકલા તરફ વિદ્વાનોનું વિશેષ ધ્યાન તે છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષોથી ગયેલું છે. અને એ સમયમાં ઘણું નવા અવશેષ ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી
૩૭૬