Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૭૮] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. જેટલાં પૂરતાં નહિ હેવાથી ઈ.સ. ની શરૂઆત પહેલાંનાં ગુજરાતનાં શિલ્પ હજુ આપણે મેળવી શક્યા નથી. આ સ્થળે એટલું યાદ રાખવા જેવું છે કે પ્રાચીન અંકોક, હાલના વડોદરા પાસેના “અકોટા ગામનું શિવાલય જે હાલના વડોદરામાં “ભામનાથ' નામથી ઓળખાય છે તેના કારખાનાની નીચે જમીનમાં ઊંધા જડેલા પથ્થરો પર જે શિલ્પીનાં ચિહ્ન mason's marks) છે તે ઈ. પૂ. ત્રીજા સેકાના આસપાસની બ્રાહ્મીના અક્ષર જેવાં લાગે છે. ૧૧ આમ ગુજરાતમાં જુદે જુદે સ્થળે વધુ સ્થળ-તપાસ (exploration) અને ખોદકામ થાય તે મૌર્યકાલથી માંડીને ક્ષત્રપકાલની કલાના અવશેષ મળી આવવાની શક્યતા રહે છે.
લગભગ ઈ. સ. ૧ લી સદીની શરૂઆતથી તે ઈ. સ. ૪૦ ૦ સુધીના સમયની કલાને આપણે ક્ષત્રપકાલીન કલા તરીકે ઓળખીશું. સદ્ભાગ્યે આ કાલના ઠીક ઠીક અવશેષ આપણને મળ્યા છે. તળાજની એભલ મંડપ, જૂનાગઢ પાસે ખાપરાકાડિયાના મહેલ તરીકે ઓળખાતી સંભવતઃ બૌદ્ધવિહારની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ, બાવાયારાના મઠ નામે ઓળખાતી ગુફાઓ, તેમજ જેતપુર પાસે આવેલી ખંભાલીડાની ગુફાઓ આ કાલની છે. ૧૨ બાવાપ્યારાની ગુફાઓમાંથી કેટલીક ઈ. પૂ. ના સમયની મનાય છે, પણ ચેકસ નિર્ણય કરવા જેટલાં સાધન ઉપલબ્ધ નથી. ક્ષત્રપકલના અન્ય અવશેષમાં ગિરનારનાં જંગલમાં બેરિયા સ્તૂપ, જૂનાગઢ પાસે દવા ટેકરીના ખોદકામમાંથી મળેલ રુદ્રસેન-વિહાર, સાણાની ગુફાઓ ૧૪ અને શામળાજી પાસે દેવની મારીને બૌદ્ધ સ્તૂપ તથા વિહાર, ૧૫ ઝઘડિયા પાસે કડિયા ડુંગરની ગુફાઓ, શામળાજી પાસેથી મળેલી કેટલીક ગણો dwarfs)ની આકૃતિઓ તથા માતૃકાઓ, તેમજ જૂનાગઢ, અમરેલી, કારવણ, વડોદરા, કામરેજ, વડનગર વગેરે સ્થળોએથી મળેલી માટીની મૂર્તિઓ ગણાવી શકાય. કારવણથી બલી પથ્થરની પાયાવાળી નિશાને મથાળે બે એકશૃંગી પશુઓની અને વચ્ચે એક વૃક્ષની આકૃતિ કોતરેલી છે. આ નિશાના કેતરકામમાં સ્પષ્ટ રીતે હખામની (Achaemenian ) અસર છે અને આ તેમજ આને મળતી કારવણ પાસેના સલાડ ગામેથી મળેલી નિશા ઈ. સ. ની શરૂઆતના આસપાસના સમયની છે.
જૂનાગઢમાં ઉપરકોટની ગુફાઓના બે મજલા પાડેલા છે. પહેલા અથવા ઉપલા મજલે એક કુંડ છે, જે સ્નાનાગાર હોવાની બર્જેસે સંભાવના સૂચવી છે. એ ત્રણ બાજુ છાપરાવાળી ઓસરી (વડ) છે. એને અડીને એક મોટો ઓરડે છે. એની છત અથવા છાપરાને છ થાંભલાઓને ટકે છે. પરસાળ (corridor)માં