Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
શંકાસ્પદ છે.૫૦ દે. રા ભાંડારકરના મતે આ શબ્દ નહપાનના ચાંદીના સિક્કા માટે વપરાય છે અને નહપાને એના કુષાણ અધિપતિ રાજાની યાદમાં આ નામ આપ્યું છે.પ૧ એસ. કે. ચક્રવર્તી ભાંડારકરના એ મત સાથે સહમત થાય છે કે આ શબ્દ સિક્કાના સંદર્ભમાં વપરાય છે, પરંતુ એ ચાંદીના સિક્કાનું નામ છે એવા ભાંડારકરના મંતવ્ય સાથે સહમત થતા નથી, કારણ કે મૂડી એક પ્રકારના સિક્કાના નામે ઉલ્લેખાયેલી હોય અને વ્યાજ બીજા પ્રકારના નામે હોય એ શક્ય જણાતું નથી. કુરાનમૂત્ર શબ્દમાં કુરાણોના સિક્કાઓનો અર્થ અભિપ્રેત છે એમ સ્વીકારી શકવતી આ શબ્દ સોનાના સિક્કાના સંદર્ભમાં પ્રયોજાયો છે એમ માને છે. અને ઉલ્લેખ તો કુપાગોના સેનાના સિક્કાના સંદર્ભમાં વપરાયેલે જણાય છે, કેમકે લેખમાં ૭૫,૦૦૦ કાર્દાપણ = ૨,૦૦૦ સુવર્ણ ગુણોત્તર આપેલ છે.પર
ક્ષત્રપોના સિક્કાના નામકરણના અનુસંધાનમાં બીજા પણ એકબે નિર્દેશો છે. વિનયપિટવની સમંતપ્રાસાદ્રિ ટીકામાં માલવ અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને
રામ તરીકે ઓળખાવ્યા છે, જેનું વજન જૂના કાર્દાપણથી ૩/હતું.પ૩ અન્ય બૌદ્ધ ગ્રંથોમાં પણ કામક, સામ, દામાવનિ જેવાં રૂપો જેવા મળે છે. સારથીપનીમાં ઢાળ ઉત્પાદ્રિતો એવી વ્યાખ્યા પણ દ્રામની આપી છે. ૫૪ વળી ઉiાવિકજ્ઞામાં જાપાની સાથે સત્તા (ક્ષત્રપ%) એવું પણ એક નામ છે.૫૫ ' ઉપર્યુક્ત ચર્ચાથી આ સિકકાઓના નામ વિશે સ્પષ્ટતાથી કહેવું મુશ્કેલ છે, પરંતુ આમિલેખિક પુરાવાઓને વધારે શ્રદ્ધેય માની વિચારીએ તો નહપાનના શિલાલેખમાં જેને ત્રણેક વાર નિર્દેશ છે તે હાઇ ( બ) શબ્દ ક્ષત્રપરાજાઓના સિક્કાનું નામ હોવાનો સંભવ વધારે ઉચિત લાગે છે. વિજ્ઞાનને જાપાન સાહિત્યક નિર્દેશ આનું સમર્થન કરે છે.
વજન, આકાર, કદ
રેસન કહે છે કે નહપાનના ચાંદીના સિક્કા ભારતમાંના ગ્રીક રાજાઓના અર્ધ-દ્રમ(દ્રગ્સ)ના જેવા હતા.૫૬ તદનુસાર બધા જ ક્ષત્રપ રાજાઓએ અને એમના અનુગામી ગુતોએ તેમજ ત્રફૂટકાએ પણ એ વજન અપનાવ્યું હોવાનું જણાય છે. ગ્રીક રાજા મિનેન્ટરના સિક્કા કર થી ૩પ ગ્રેઈન( લગભગ ૨ ગ્રામ ના હતા, ૫૭ એટલે નહપાનના અને એના અનુગામી અન્ય ક્ષત્રપોના નિકા પણ એટલા જ વજનના હોવા જોઈએ એમ ફલિત થાય છે.