Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૪]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પચીસ વર્ષના ગાળામાં પોતે એકઠા કરેલા સિક્કાઓમાં ડો. ભગવાનલાલને ગુજરાત-સૌરાષ્ટ્રના મેનન્દરને એકેય તાંબાનો સિક્કો મળ્યો નહોતો. ૪૨ અપલદતનાં તાંબાના સિક્કાઓને એક નિધિ જૂનાગઢમાં મળેલ. એ સિકકા બે પ્રકારના છે? (૧) ચેરસ – અગ્રભાગ પર ઍપલે દેવ જમણા હાથમાં બાણ લઈ ઉભા છે. એની ઉપર તેમજ બે બાજુએ ગ્રીક લખાણ છે, જેને અર્થ “રાજા ત્રાતા પિતૃવત્સલ અપલદતન” એવો થાય છે. પૃષ્ઠ ભાગ પર એપોલેની ત્રિપાઈ, એકાક્ષર ચિહ્ન, દિ અક્ષર અને ખરોષ્ઠી લિપિમાં મદરની ત્રત અતિ એવું પ્રાકૃત લખાણ હોય છે. (૨) ગોળ અને મોટા – અગ્રભાગ પર જમણા હાથમાં બાણ લઈ ઊભેલા એપોલો દેવ, પાછળ એ જ એકાક્ષર ચિહ્ન, ને ચારે બાજુ વૃત્તાકારે ગ્રીક લખાણ ( Basile os Soteros Apollodotou ; પૃષ્ઠભાગ પર એપોલેની ત્રિપાઈ એની જમણી ને ડાબી બાજુ દ્રિ અને ૪ અક્ષર ને ચારે બાજુ વૃત્તાકારે ખરેષ્ઠી લિપિ અને પ્રાકૃત ભાષામાં મહત્તત ત્રતા પતરત લખાણ હોય છે.૪૩
આ સિકકા એના ચાંદીના ક્રમની જેમ એની હયાતી બાદ ચલણમાં ચાલુ રહ્યા નહિ હોય, તેથી આટલી ઘોડી સંખ્યામાં મળે છે.૪૪
ભારતીય-યવન અમલ દરમ્યાન અહીં સિકકાનું ચલણ કેવું ચાલતું એ વિશે “પેરિસમાંના લખાણ પરથી૪૫ તેમજ સિક્કાઓ પરથી માહિતી મળે છે. સિક્કાઓ પરનાં લખાણ પરથી એ રાજાઓ Basileus તથા મારા અને Soter (ત્રાતા) જેવાં બિરુદ ધારણ કરતા હોવાનું માલૂમ પડે છે. સિક્કાઓમાં રાજાના ઉત્તરાંગની આકૃતિ તથા એના નામના લખાણવાળા સિકકા અહીં આ કાલ દરમ્યાન શરૂ થયા લાગે છે. આ સિક્કા ગ્રીક દ્રમ્ભ drachm)ના તેલના
આ રાજાઓના અમલ દરમ્યાન પ્રવર્તતા રાજ્યતંત્રનાં બીજો કોઈ પાસાંઓ વિશે કંઈ માહિતી ઉપલબ્ધ નથી. ક્ષત્રપાલ : ક્ષત્રપાલને રાજ્યતંત્ર વિશે સિક્કાઓ તથા શિલાલેખો પરથી કેટલીક માહિતી સાંપડે છે.
લહરાત કુલના સિકકાઓમાં ભૂમક “ક્ષત્રપ' અને નહપાન “જિ” બિરુદ ધારણ કરે છે. ૪૭ શિલાલેખોમાં નહપાન માટે “રાજા” ઉપરાંત “ક્ષત્રપ” બિરુદ પણ પ્રયોજાયું છે. ૪૮ છેલ્લા શિલાલેખમાં “નહપાનની આગળ “રાજા”, “મહાક્ષત્રપ” “સ્વામી” એ ત્રણ બિરુદ અપાયાં છે. ૪૯ કાર્દમક કુલના ચાન્ટન અને