Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું]. | સામાજિક અને આર્થિક સ્થિતિ [૩૧ ગયા હતા એ અનુશ્રુતિ પ્રસિદ્ધ છે. એમાં ઉલિખિત સુવર્ણભૂમિ એ સુમાત્રા અથવા એ નહિ તો બ્રહ્મદેશ સંભવે છે. કેકકાસ યવન દેશમાં જઈને યંત્રવિદ્યા શીખી લાવ્યા હતા તેમ યવનદેશમાંથી આવેલા દૂતે પ્રધાનપુત્રને થયેલા કાઢને ઈલાજ બતાવ્યો હતો, એ બતાવે છે કે ગ્રી અને ગ્રીસ સાથે સતત વ્યવહાર હતો.૩૯ પાલીતાણા સાથે જેમનું નામ જોડાયેલું છે તે પાદલિપ્તાચાર્ય ગ્રીક મૂળના મુરંડ વંશના રાજા સાથે તેમજ યવનો-ગ્રીકો સાથે ગાઢ સંપર્કમાં હતા એ સૂચવતાં ઘણાં કથાનક છે.૪૦
રોમ સાથે ગુજરાતને સતત અને જીવંત વાણિજ્યિક સંપર્ક હતો. માટીનાં રાતાં ચશ્ચકિત વાસણો( Red Polished Ware ) ના નાનામોટા ખંડિત અવશેષ ગુજરાતમાં અનેક સ્થળોએથી મળ્યા છે, એની કારીગરીનું મૂળ રેમન હોવાની અટકળ વિદાનોએ કરેલી છે. ૪૧ ઈસવી સનની આરંભની સદીઓમાં પશ્ચિમ ભારતને રોમ સાથેનો વેપાર વિકસેલે હતો, એ સમયે ભારતમાં આ કલા આવી હોય. વડોદરા પાસે અકોટામાંથી અને સાણંદ પાસેથી દારૂ ભરવાની રોમાન કોઠી( amphora) ના અવશેષો મળ્યા છે તે આ દષ્ટિએ સૂચક છે. ગુજરાતમાં ક્યાંક રોમન સિક્કા મળ્યા છે તે પણ આ પરરાષ્ટ્રિય સંપર્કનું સમર્થન કરે છે. “દીનાર” નામે સુવર્ણના સિક્કા એ સમયે પ્રચલિત હતા. ઉપલબ્ધ પ્રાચીન પાઠપરંપરાઓ ઉપરથી પુનર્ઘટિત થયેલા મૂલ “પંચતંત્ર” માં (સમય ઈ. સ. ૧૦૦ અને ૫ ની વચ્ચે), “વસુદેવ-હિંડી”માં (મૂલ પાઠ, પૃ. ૪૩, ૨૮૯), સંસ્કૃત સાહિત્યમાં તેમજ જૈન સૂવોની પ્રાકૃત ચૂણિઓ. અને સંસ્કૃત ટીકાઓમાં “દીનાર” શબ્દ સેંકડો વાર વપરાયેલ છે. “દીનાર” એ રોમન મૂળનો શબ્દ છે અને લેટિન denarius ઉપરથી વ્યુત્પન્ન થયેલો છે. રોમ અને ભારતના વેપારી અને આર્થિક સંપર્કને પરિણામે ઈસવી સનની પહેલી અથવા બીજી સદીમાં ભારતમાં એ વપરાવો શરૂ થયું હશે એવું અનુમાન થાય છે. આંતરરાષ્ટ્રિય સંપર્કોની સ્મૃતિ ભાષાના પ્રયોગો દ્વારા કેવી રીતે સચવાઈ એનું એક લાક્ષણિક ઉદાહરણ અહીં મળે છે.