Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૫૪]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
(આ) ક્ષત્રપકાલીન
ગુજરાતમાં મોર્યો પછી ભારતીય-ગ્રીકાની આણ વર્તતી હતી. આ ભારતીયગ્રીકના સિક્કા મળે છે, પણ એ સિક્કાઓ પરનાં લખાણ ગ્રીક અને ખરોષ્ઠી લિપિઓમાં કરેલાં છે. આ સમયમાં બ્રાહ્મી લિપિનાં લખાણ ઉપલબ્ધ થતાં નથી.
ઈ. સ. 1 ના અરસાથી ગુજરાતમાં બ્રાહ્મી લિપિમાં લખાણ કડીબદ્ધ મળે છે. ઈ. સ. ૧ થી ૪૦૦ ના લગભગ ૪૦ વર્ષના ક્ષેત્રપાલ દરમ્યાન પ્રોજાયેલી બ્રાહ્મી લિપિને મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સાથે સરખાવતાં સ્પષ્ટ જણાય છે કે રૂપાંતરની પ્રક્રિયાને લઈને તેઓની વચ્ચે ઠીક ઠીક અંતર પડી ગયું છે, તેથી આ ક્ષત્રપકલ દરમ્યાનની બ્રાહ્મી લિપિને ‘ક્ષત્રપાલીન બ્રાહ્મી લિપિ તરીકે લેખવી ઉચિત છે.
ક્ષત્રપોનાં લહરાત અને કામક કુલના શિલાલેખો, શૈલલેખે, અને સિક્કાઓ વિપુલ પ્રમાણમાં મળે છે. સિકકાઓ લઘુ કદના હોવાથી તેઓના પર કોતરાયેલા અક્ષર(આકૃતિ ૫)ના મરોડ સંકુલ બન્યા છે, છતાં પણ શિલા પરના લેખોની સાથોસાથ આ સમયની લિપિનું સ્વરૂપ જાણવામાં સિક્કાઓ ઠીક ઠીક સહાયભૂત થાય છે. વળી આ સમયનાં મુદ્દાઓ, મુદ્રાંકે, મૃત્પાત્રો વગેરે પર લખેલાં ટૂંકાં લખાણ પણ મળે છે. સમકાલીન આભીર રાજા ઈશ્વરદત્તના સિક્કાઓ અને ઈશ્વરરાતનું એક તામ્રપત્ર ઉપલબ્ધ છે. આ તામ્રપત્ર ગુજરાતના તામ્રપત્ર પરના લેખોમાં પ્રાચીનતમ નમૂનો છે. આ તામ્રપત્ર અને દેવની મોરીના સૂપમાંથી મળી આવેલ અસ્થિપાત્ર પરનો લેખ-બંને ઈ. સ. ૪૦૦ના અરસામાં છે. ઈ. સ. ૧ થી ઈ. સ. ૩૦૦ના ગાળા દરમ્યાનની લિપિની સરખામણીએ ઈ. સ. ની ચોથી સદીનાં લખાણોની લિપિ વિકસિત જણાય છે. વળી આ ઉત્તર ક્ષત્રપકાલીન લખાણોની લિપિ ગુપ્તકાલીન લખાણોની વધુ નિકટની જણાય છે, આથી અહીં પટ્ટ ૧ માં ઈ. સ. ૧ થી ૩૦૦ સુધીના મરોડ બીજા ઊભા ખાનામાં અને ઈ. સ. ૩૦૦ થી ૪૦૦ સુધીના મરોડ ત્રીજા ઊભા ખાનામાં ગોઠવ્યા છે.
ક્ષત્રપકાલીન લેખોમાં બધા મળીને ૪૨ વર્ણ પ્રયોજાયા છે. મૌર્યકાલમાં પ્રયોજાયેલા ૩૬ વર્ણોમાંથી અહીં નો પ્રયોગ થયેલ નથી. બાકીના ૩૫ વણ ઉપરાંત અહીં છું, ઋ એ બે સ્વર, સ, શ, ષ, ઢ એ ચાર વ્યંજન અને વિસર્ગનો પ્રયોગ થયેલું જોવા મળે છે.