Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારક
[૩૫
શકે. રંગભવનની દીવાલ ઉપર ચૈત્ય-ગવામાંથી ડોકાતી સ્ત્રી-પુરુષની કે સ્ત્રીઓની જોડલીઓ જાણે કે રંગમંચ ઉપરના રંગપ્રદર્શનને રસપૂર્વક નિહાળી રહી છે ! સ્તંભશીર્ષ ઉપર કંડારાયેલી નમણી નારીઓની વિવિધ ભાવ-ભંગિમા પણ સૂચિત વાતાવરણને ખૂબ અનુકૂળ છે, અને શીર્ષતલ ઉપરના પેલા વ્યા? રંગ–પ્રદર્શનની એમના પર થતી અસર સાક્ષાત્ જોયા વિના તેઓનું કંડારકૌશલ્ય સમજી શકાય એમ નથી, અધબેઠેલી એમની દેહયષ્ટિ અને ગૂઢાશ્ચર્યભર્યા એમના મુખભાવ નીરખવાથી જણાઈ આવે કે એમને કંઈક વિચિત્ર અનુભવ થયો છે. સંક્ષેપમાં, સ્તંભોની જગતીથી આરંભી શીર્ષતલ સુધીની અને સિંહાસન, મંડપ તથા બેઠકોની વ્યવસ્થાથી ચય-ગવાક્ષો સુધીની સઘળી રચના એક આદર્શ રંગભવનને છાજે એવી છે. ધરતીના પેટાળમાં આવેલી આ ગુફાઓ કુદરતી રીતે જ વાતાનુકૂલિત છે એ આ રંગભવનની તત્કાલીન નોંધપાત્ર વિશેષતા છે.
માત્ર નીચેના મજલાની ગુફાઓ ઉપરથી એને રંગભવન માની લેવાની આવશ્યકતા નથી, ઉપરના મજલાની રચના પણ નીચેના રંગભવનના એક ભાગરૂપે જ છે અને તેથી જ પ્રસ્તુત સંપૂર્ણ સ્થાપત્યને પ્રમોદભવન નામ આપવું ઉપયુક્ત છે. બહારથી પ્રમોદભવનમાં આવતા મહાનુભાવો કે કલાકારો ગુફામાં. પ્રવેશતાં જ કુંડમાં ભરેલા જળથી હરત-મુખ–પાદ પ્રક્ષાલન કરી તાજા થઈ શકે. જેમને નીચે રંગભવનમાં ન જવું હોય તેમને માટે ઉપરને મજલે પણ આરામાથે બેઠકવ્યવસ્થા છે. એમ છતાં કાર્યક્રમ ક્યાં પહોંચે અથવા કેવોક ચાલે છે એની જાણ તેઓ ઉપરથી જ નીચે ડેકાઈને મેળવી શકે ! દક્ષિણ બાજુની ધૂમમાર્ગ યુક્ત ઓરડીમાં ખાદ્ય-પેય પદાર્થો બનાવી શકાય. આજથી આશરે ૧૬૦૦ વર્ષો પહેલાંના એક આદર્શ પ્રમેદભવનમાં આનાથી વિશેષ કઈ સુવિધા હોઈ શકે?૬૩
સ્તંભ ઉપરના અલંકરણની શૈલીને કારણે ઉત્તરકાલીન જણાતી આ ગુફાઓનું કંડારકામ જૂનાગઢની અન્ય શૈલ–ઉકીર્ણ ગુફાઓના સમયનું, ઈસ.ના આરંભની આસપાસનું, હોઈ શકે છે; કુંડ અને ઓટલા પાછળથી કંડારેલા નથી જ, એ દર્શાવે છે કે ગુફાઓને ભાવી ઉપયોગ કંડારકામ શરૂ કર્યા પહેલાં સુનિશ્ચિત હતો જ. આવશ્યક કંડારણી પૂરી થયે ઉપયોગ શરૂ કર્યા બાદ, યોગ્ય પાર્શ્વભૂમિકા પૂરી પાડે તેવું રૂપકામ પછીની પાંચેક શતાબ્દીઓ સુધી કેટકે કટકે ચાલુ રહ્યું હોય, જેકે શીર્ષતલ ઉપરના વિવિધ વ્યાલ તે ઈસુની પ્રાયઃ દિતીય શતાબ્દીના જણાય છે, એ શક્યતા હાલ તુરત સંપૂર્ણપણે નકારી શકાય.
ઈ-૨-૨૩