Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારક
[૩૫૧
દીવાલભર ઓટલા પણ કંડારેલા છે. ગેખ ઉપરનું કંડારેલ અલંકરણ નષ્ટપ્રાય થઈ ગયું છે. ઈશાન બાજુએ રડા જેવી એક નાની ગુફા આવેલી છે. તેના વિતાનમાં ધૂમમાર્ગ જેવું જણાતું એક વૃત્તાકાર છિદ્ર ઉપરના ભૂમિતળ સુધી જાય છે. એ નાની ગુફાની પાસે થઈને નીચેના, બીજા માળમાં જવાય છે. નીચે પૂર્વ ભાગે આરંભમાં જ સિંહાસન જેવી ઊંચી ચોકી કંડારેલી છે. સિંહાસનની દક્ષિણ બાજના મધ્યભાગે ચાર સ્તંભ એવી રીતે કોતરેલા છે કે એ ચારેય સહિતને મધ્ય ભાગ મંડપ જેવું જણાય છે. ઉપરનાં બંને વિતાન ખુલ્લાં હોઈ ભેંયતળિયાના આ મંડપ જેવા વિસ્તાર ઉપર જ, અને બીજે નાહ, ખૂબ પ્રકાશ પડે છે. આ મુખ્ય ગુફા-ખંડની પશ્ચિમે બે ગુફા આવેલી છે : દક્ષિણ બાજુએ લગભગ સમરસ નાની, અને ઉત્તર બાજુએ આયતાકાર મોટી (પટ્ટ ૧૦, આ. ૬૫).
મુખ્ય ગુફાની ઉત્તરે, પૂર્વ અને દક્ષિણે, દીવાલભર, મોટા મોટા ગોખોની નીચે ભૂમિતળ ઉપર ઓટલા કોતરેલા છે. ગોખની ઉપરના ભાગે અલંકરણાર્થે વેદિકાયુક્ત ગવાક્ષ કંડારેલા છે. એમાંથી બબ્બે સ્ત્રીઓનું કે સ્ત્રી-પુરુષ બંનેનું એકેક જોડકું ડોકાય છે. (પટ્ટ ૨૦, આ. ૮).૫૩ પ્રસ્તુત ચીત્યગવાક્ષો પશ્ચિમ ભારતના પ્રાચીનતમ રીત્યગવાક્ષો કરતાં ઉત્તરકાલીન અને ગોપના મંદિરના એલેરાના તથા અજંટાની ગુફા નં. ૧ ના ચૈત્યગવાક્ષો કરતાં પૂર્વકાલીન જણાય છે. ૫૪
પ્રસ્તુત ગુફાઓમાં ચાર પ્રકારના સ્તંભ નેંધાયા છે :૫૫ પ્રથમ પ્રકારના બે વૃત્તાકાર સ્તંભની યષ્ટિ ઉપર સર્પાકાર વક્રરેખાઓનું અલંકરણ કંડારેલું છે. એની બાજુના બે અર્ધસ્તંભ ઉપર એ જ પ્રકારનું સવ્ય અપસવ્ય અલંકરણ ત્રણ ખંડેમાં ઉપસાવેલું છે. બીજા પ્રકારના સ્તંભ ચોરસ છે. એની અલંકાર–શન્ય કુંભી પણ સમરસ છે. એનું શીર્ષ વૃત્તાકાર અને શીતલ ચાર ભાગે કાપેલાં અધે મુખી સોપાન જેવું છે. ત્રીજા અને ચોથા પ્રકારના સ્તંભ વચ્ચે થોડે ફેર છે. બંને પ્રકારના સ્તંભની કુંભીઓ તથા યષ્ટિઓ વચ્ચે સામ્ય છે, જ્યારે એના શીર્ષભાગ તથા એના અલંકરણમાં અશતઃ અસામ્ય છે. બબ્બે પુષ્ટ માનવદેહોથી જાણે કે સાયાસ ઊંચકાયેલાં વક્ર વેલ અને વિશાળ પત્રોથી અલંકૃત જગતની ઉપર આવેલી કુંભીનું સ્નિગ્ધ માધુર્યભર્યું રૂપાંકન, રૂપાળી ઈ ઢણુઓમાંથી લટકતી પુષ્પમાળાઓ અને એની નીચેના પદ્મપટલ હદયંગમ છે. યષ્ટિને વૃત્તાકાર વચ્ચે વચ્ચેથી હાંસ પાડી એવી રીતે ઉપસાવેલ છે કે એ બહુકોણ દેખાય છે. એક સ્તંભમાં યષ્ટિના ઉપરના ભાગે, શીષભાગની