Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્યકીય સ્મારકો
[ ૩૫૫
૧૬]
ખભાલીડાની ગુફાએ
રાજકાટ જિલ્લાના ગાંડળ તાલુકામાં વીરપુરની નજીક ખંભાલીડા નામે૧ નાનું ગામડું આવેલું છે. એની પાસેથી વહેતા અને ભાદર નદીને મળતા એક ઝરણાને કાંઠે આવેલું શૈલ–ઉત્કીર્ણ ગુફાઓનું જૂથ સૈારાષ્ટ્રની સર્વે ગુફાએમાં વિશિષ્ટ ભાત પાડે છે. સૈારાષ્ટ્રની આ પ્રકારની અન્ય ગુફાએાના મુખ્ય દ્વાર ઉપર કશુ શિલ્પાંકન જોવા મળતુ નથી, જ્યારે પ્રસ્તુત સમૂહની એક ગુફાના મુખદાર ઉપર પૂર્ણ કદની માનવ-પ્રતિમા કડારવામાં આવેલી છે.૭૩
પ્રસ્તુત સમૂહમાં ગુફાએનાં નાનાં-મેટાં પાંચ ઝૂમખાં છે. પ્રથમ ઝૂમખામાં વિવિધ પરિમાણ ધરાવતી સાત ગુફા છે. બીજામાં ત્રણ છે, જે પૈકીની વચલી ચૈત્ય-ગુફાના મુખદ્રાર ઉપર ડાબી બાજુએ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને જમણી બાજુએ વજ્રપાણિ નામના બેધિસત્ત્વા તથા વૃક્ષચ્છાયા હેઠળ ભક્ત-સમુદાય આદિ કંડારેલાં છે. અંદરના ભાગે અવૃત્તાકાર પછી એ નષ્ટપ્રાયઃ સ્તૂપ આવેલા છે. ત્રીજા ઝૂમખાના તેા હવે ભગ્નાવશેષ જ બાકી રહ્યા છે. ઝરણાને ડાબે કાંઠે આવેલા ચેાથા ઝૂમખામાં ત્રણ નાની ગુફાઓ છે અને જમણે કાંઠે ઉપરવાસ આવેલી એકમાત્ર ગુફાને પાંચમાં ઝૂમખામાં ગણવામાં આવી છે.
શિલ્પાંકનના લઢણ ઉપરથી પ્રસ્તુત ગુફા-સમૂહને ઈસુની !જી ચાથી
શતાબ્દીના સમયના માનવામાં આવે છે.૭૪
બીજા ઝૂમખાની વચલી ગુફાના મુખદ્દાર ઉપર કંડારાયેલી પદ્મપાણિ અવલાકિતેશ્વરની અને વજ્રપાણિની પૂર્ણ કદની પ્રતિમાઓને આધારે માની શકાય કે એ ગુફાએ બૌદ્ધ સંપ્રદાયના ભિક્ષુએના આવાસ માટે કંડારવામાં આવી હતી, એમ છતાં કાઈ પણુ સમયે એમાં જૈને વસ્યા હતા કે કેમ એ પ્રશ્ન અનુત્તર છે. તળાજાની ગુફાઓ
ભાવનગર જિલ્લાના, શેત્રુ ંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી ૩૨૦ ફૂટ ઊંચી ટેકરીની પશ્ચિમેાત્તર બાજુ ઉપર શૈલ– ઉત્ઝીણું ૩૦ ગુફાઓના સમૂહ આવેલા છે.૭૫ એમાં લગભગ ૨૦ જેટલાં પાણીનાં ટાંકાં પણ આવેલાં છે. એ ૩૦ ગુફાઓ પૈકી, લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી એભલ મંડપ નામની ગુફા વિશેષ ઉલ્લેખનીય છે. છપ×૬૭ ફૂટના વિસ્તારવાળી આ ગુફા ૧૭ ફૂટ ઊંચી છે. એના મુખભાગ ઉપર વિશાળ ત્રિદલ ચૈત્ય—ગવાક્ષ કંડારેલા છે. ખાવા-પ્યારા ગુફાઓના અવૃત્તાકાર ચૈત્ય-ગવાક્ષ