Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫ર]
મૌર્યકાલથી ગુસ્તકાલ
[પ્ર.
નીચે, અધબેઠેલાં ઘેટાંનું રૂપાંકન કરવામાં આવ્યું છે, તે બીજીમાં એ જ જગ્યાએ “આંકાયુકત કુમુદ (અથવા કંકણાકૃતિ )૫ની રચના કરવામાં આવી છે. દરેક સ્તભ-શીર્ષમાં ઘેરા ભાસ્કર્ષમાં કંડારેલી નારી-પ્રતિમાઓ વિભિન્ન મુદ્રાઓ દર્શાવે છે. શીર્ષતલે ચોરસ ફલકની ચારેય બાજુઓના અંતભાગે બબે પાર્થ વ્યાલ એ રીતે કંડારેલા છે કે વિરુદ્ધ દિશાના પાસે–પાસેના બબ્બે વ્યાલોને, ખૂણા ઉપર, એક જ મુખ છે. દરેક બાલની પાછળ એકેક પુરુષ ઊભો છે. દરેક બાજુના બંને પુરુષોની વચ્ચે એકેક અધબેઠેલા સંમુખ વ્યાલ છે. પ્રસ્તુત સ્તંભોનું સંપૂર્ણ અલંકાર-વિધાન અદિતીય છે. એમાં કંડારાયેલાં અલગ-અલગ અલંકરણ અન્યત્ર ઉપલબ્ધ થાય છે ખરાં, પરંતુ એ સર્વેનું સામંજસ્યયુક્ત સંયોજન કેવળ આ જગ્યાએ જ થયેલું જણાય છે.પ૯
- વિરલ સ્થાપત્ય-વિધાન અને સુરમ્ય સુશોભન-શૈલી દર્શાવતી પ્રસ્તુત ગુફાઓનો ઉપયોગ શો હતો ? સૌરાષ્ટ્રનાં પ્રાગ -મૈત્રકકાલીન અધિકાંશ સ્થાપત્યોને બૌદ્ધ કે જૈન ધર્મ જોડે સંકળાયેલાં માનવામાં આવતાં હોઈ શૈલ-ઉત્કીર્ણ ગુફાઓને પણ બૌદ્ધ કે જૈન ધર્મસ્થાન માનવામાં આવે છે. ૬૧ પરંતુ પ્રસ્તુત ગુફાઓના સંપૂર્ણ રચના-વિધાનને લક્ષ્યમાં લેતાં કોઈ પણ ધર્મના ભિક્ષુઓના વિકાર-સ્થાન તરીકે એને ઉપયોગ થયો હોય એ શક્ય જણાતું નથી. તત્કાલીન રાજય-વિધાયકોના આવાસ ઉપરકોટ વિસ્તારમાં ક્યાંક આવેલા હોવાનો સંભવ છે, એથી રાજય મહાલયોના પ્રમોદ-ઉદ્યાન વચ્ચેનું પ્રમોદભવન (નૃત્ય-નાટય શાળા કે એવું કશું ક) પ્રસ્તુત ગુફાઓ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. ગુફાઓની સંરચના આ દષ્ટિએ અવલોકનીય છે. નીચેના ભાગે આવેલી ગુફાઓના મુખ્ય ખંડમાં એક બાજુએ શૈલ-ઉત્કીર્ણ સિંહાસન છે, જેના ચોકી જેવા કોતરેલા ભાગમાં રૂની જાડી ગાદી બિછાવી શકાય. ત્યાં બેસતા રાજય-નાયકની તદ્દન સામેની ભીંગે જરા અંધારું રહે છે, જ્યાં ગાયક-વાદક વંદને બેસવાની વ્યવસ્થા હોઈ શકે, જ્યારે સિંહાસનની જરા ડાબેની સામી બાજુએ, ચારેય સ્તંભની વચ્ચે લગભગ ૧૪૪ ૧૪ ફૂટને મંડપાકાર ખુલ્લો વિસ્તાર છે. નીચેના અને ઉપરના મજલાના બરાબર આ વિસ્તાર ઉપરના ભાગ તદ્ર ખુલ્લા હોઈ આટલા ભાગમાં જ ખૂબ પ્રકાશ આવે છે, જ્યારે તેની ચોતરફના ભાગ જરા અંધારામાં રહે છે. નૃત્યનાટયાદિ માટે કેવી આદર્શ રચના છે ! દીવાલમર, ફરતા પહોળા એટલાઓ ઉપર ગાદીએ બિછાવી અન્ય રાજ્યપુરુષો પણ રંગમંચને બરાબર નિહાળી શકે. પશ્ચિમ બાજુની નાની મોટી બે ગુફાઓ કલાકારો માટે “Green Room” અને વિશ્રામકક્ષની ગરજ સારી