Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ સુ]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [ ૩૨૩
૩૦
અને પકડવાના હાથાવાળી કેાડીઓને સમાવેશ થાય છે. પીળાશ પડતા રંગવાળો, દળદાર કાડીઓનું મેાં લાંબુ અને એની ડાકની બંને બાજુએ એ પકડવાના હાથા રહેતા. આ વાસણમાં દારૂ, એલીવનું તેલ વગેરે પ્રવાહી પદાર્થો ભરીને એ આપણા દેશમાં લાવવામાં આવતાં. તળ-ગુજરાતમાં આ વાસણ નગરા,૨૯ શામળાજી, દેવની મેારી,૩૧ ધાતવાર વગેરે સ્થળોથી અને સૈારાષ્ટ્રમાં વલભીપુર,૩૩ સામનાથ,૩૪ દ્વારકા,૩૫ પીંડારા ૬ વગેરે સ્થાએથી મળ્યાં છે, રોમ સાથેના વેપારના એ સંગીન પુરાવા હાઈ એનાં પ્રાપ્તિસ્થાન ઈ. સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાના દૃઢ આધાર સાધકને મળી રહે છે. ભારતના ઘણા ભાગેામાંથી આ વાસણ મળી આવ્યાં છે. આ વાસણના જેવાં વાસણ ઈરાનમાં સાસાની વંશના સમયમાં બનતાં હતાં, તેથી સંભવ છે કે આજે જેને રોમન કાડી કહેવામાં આવે છે તે પ્રકારમાં ઈરાની કેડીએ પણ હાય !
સફેદ માટીનાં વાસણ
ક્વચિત્ આ કાલમાં સફેદ માટીનાં વાસણ મળે છે, પરંતુ એની માત્રા અત્ય૫ છે. વડનગરમાંથી૩૭ આવાં વાસણ પ્રાપ્ત થયાં હતાં.
એપ ચડાવેલાં વાસણ
માટીનાં વાસણો પર કાચને એપ ચડાવેલાં વાસણ મુસલમાન યુગમાં ઘણાં મળે છે, પરંતુ આ કાલમાં લીલા અથવા સાનેરી જેવા રંગને! એપ ચડાવેલાં માટીનાં વાસણ કવચિત્ મળી આવે છે.
અબરખ છાંટેલાં વાસણ
કેટલીક વાર અબરખ છાંટેલાં વાસણ આ કાલના થરોમાંથી મળે છે, તેમાં ઘડા અને હાંડલી જેવા મુખ્ય ઘાટ નજરે પડે છે. આ વાસણામાં અખરખનું પ્રમાણ વધારે હાઈ એને ચળકાટ વિશિષ્ટ પ્રકારના છે.
આમ રોજિંદા ઘરવપરાશનાં અને ભેાજનાદિ વખતે ઉપયાગમાં આવતાં માટીનાં વાસણામાં અનેક પ્રકારની વિવિધતા આ કાલમાં જોવામાં આવે છે.
માટીનાં વાસણો ઉપરાંત એના ઈંટા, મૂર્તિ, રમકડાં, મણકા, મુદ્રાંકને વગેરે અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા.
ઈંટો
માટીની ભીંત વડે પીંઢેરી મકાન બંધાતાં, પરંતુ એ ઉપરાંત “ભડદાં’’ અર્થાત્ પકવ્યા સિવાયની ઈંશનાં મકાન પણ આ કાલમાં બનતાં હેવાના સ્પષ્ટ