Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ સુ’]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી
[ ૩૩૩:
મુદ્દની મૂર્તિ રાખવાની એરડીમાંથી મળ્યા છે. એ ઉપરાંત પથ્થરની મુદ્રા પણ બનાવવામાં આવતી હાવાનું વલભી॰ તથા દેવની મેારી॰૧ (પદ્મ ૭, આ. ૫૪) જેવાં સ્થળાએથી મળેલા અવશેષ દર્શાવે છે.
આ કાલમાં ડાંગર,૭૨ કાદરા૩ જેવાં ધાન્યના અવશેષ મળ્યા છે. આ વખતમાં મેટા જમણવારે માટે ખેાદવામાં આવતી લાંખી ચૂલ નગરા,૭૪ વડનગરપ અને શામળાજી ૬ જેવાં સ્થળોએથી મળી છે, એ પરથી સામૂહિક ભાજનસમારંભાની વિગતા પ્રાપ્ત થાય છે. રસાઈ થઈ ગયા પછી આ ચૂલ વધાવવામાં આવતી અને એની પૂજા કરવામાં આવતી હાવાનાં એંધાણ નગરામાંથી પ્રાપ્ત થયાં છે.
આ કાલમાં પથ્થરની રક્ષણાત્મક પાળ બાંધવામાં આવતી૭ ( પટ્ટ ૧૦, આ. ૭૮ ). ઘણાં તળાવાની પાળ પર પાણી રહે તે બાજુએ વ્યવસ્થિત રીતે પથ્થર ગાઠવવામાં આવતા. આમ પથ્થરાતા વિપુલ ઉપયાગ થતા દેખાય છે. પથ્થરનાં આભૂષણાની સાથે કાચના મણકા ઉલ્લેખનીય છે. કાચના અનેક પ્રકારના મણકા ઉપરાંત બંગડીઓ, કાચની શીશી વગેરે વસ્તુએ આ કાલમાં ગુજરાતમાં વપરાતી દેખાય છે, પરંતુ એ બહારથી આયાત થતી હતી કે સ્થાનિક બનાવટની હતી એ બાબત તપાસ કરતાં સમજાય છે કે કેટલીક વસ્તુ રામન અનાવટની હતી, જ્યારે બીજી સ્થાનિક હશે.
આમ આ કાલનાં ગામેા અને નગરામાંથી મળતી નાની મેાટી વસ્તુઓના અધ્યયનથી સમજાય ઇં કે ક્ષત્રપ અને ગુપ્ત કાલના ગુજરાતની સમૃદ્ધિ સારી હતી. અહીં માટી, ધાતુ, શ ંખ-હિપાલી, હાડકાં, હાથીદાંત, તાંબુ, પિત્તળ, કાંસુ, લેાખંડ, સીસું, સોનું, ચાંદી તેમજ વિવિધ પ્રકારના પથ્થર, કાચ, રેશમ વગેરે અનેક પદાર્થો વપરાતા હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. જેમ જેમ પુરાવસ્તુને અભ્યાસ વધતેા જાય છે તેમ તેમ આ યાદી વિસ્તૃત થતી જાય છે. જ્યારે આ ભૌતિક પદાર્થાનાં ઉત્પત્તિ-સ્થાનેને વિચાર કરવામાં આવે ત્યારે સમજાય છે કે કાંસુ”, પથ્થરની વસ્તુઓ, ચાંદી, માટીની કાડીઓ વગેરે રામન સામ્રાજ્યમાંથી ગુજરાતમાં આવતું. રાજસ્થાનમાંથી પારેવા, સીસુ, અને બીજા પદાર્થ આવતા હશે. વૈડૂ ( Lapis-azuli ) જેવા પથ્થર ઈરાન તથા ખદકસાન જેવા મધ્ય એશિયાના પ્રદેશમાંથી આવતા. પથ્થરની વસ્તુઓ મૂર્તિ એ વગેરેની બનાવટ સિંધ, પંજાબ અને ગધારના પ્રદેશે। સાથેના અત્રેના સબધા દર્શાવે છે.