Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક
[૩૪૪ પ્રસ્તુત અવશેષ બહુધા વેદિકા / હાર્મિક અને છત્રાવલિના ખંડ હતા.૧૧ સ્તૂપના અંતર્ભાગમાંથી પ્રાપ્ત થયેલા આ પ્રકારના સ્થાપત્યકીય અવશેષો ઉપરથી અનુમાન કરી શકાય કે અગાઉ એ જગ્યાએ કોઈ લઘુતૂપ હતું, જેને જીર્ણોદ્ધાર કરતી વેળાએ એના કદમાં અસાધારણ વધારો કરવામાં આવ્યું અને પરિણામે પેલા (ખંડિત) અવશેષોને અંતર્ભાગે યથાવત આવરી લેવામાં આવ્યા, અર્થાત્ પૂર્વસૂપનો શિરોભાગ ઉત્તર-તૂપને અંતભંગ બને.
છત્રાવલિની નીચેના અને હાર્મિક / વેદિકાના લગભગ કેન્દ્ર ભાગેથી એક સમચોરસ ઘડેલી શિલામાંથી એક મૃત્તિકાનિર્મિત પકવ ડાબલી પ્રાપ્ત થઈ જેમાંથી ક્રમશઃ તાંબાની, ચાંદીની અને સોનાની અન્યથી નાની ડાબેલીઓ નીકળી. પ્રસ્તુત ડાબલીઓમાંથી મોતી અને ભસ્માદિ પવિત્ર અવશેષ મળી આવ્યા હતા. ૧૩ વધુ પ્રાપ્તિની આશા ન હોવાથી એ ઉતખનન બહુ આગળ વધારવામાં આવ્યું નહોતું.
તૂપમાંથી પ્રતિમા, શિલ્પ કે લેખાદિ કશું પ્રાપ્ત ન થતાં એનું સમયાંકન તત્કાળ થઈ શકયું નહોતું, પરંતુ સામાન્ય રીતે એને અદ્યપર્યત ક્ષત્રપાલીન ગણવામાં આવે છે. ૧૪ જૂનાગઢની આસપાસથી પ્રાપ્ત થતી પ્રાચીન વિવિધ મૃત્તિકા-નિર્મિત પકવ ઈટોના પરિમાણપ ઉપરથી એનું સમયાંકન કરવું જરા કઠિન ખરુ, એમ છતાં એટલું તો કહી શકાય એમ છે કે બોરિયા-ખૂંપવાળી ઈટ પ્રાયઃ મૌર્યકાલીન કે પછી અનુમૌર્યકાલીન છે. ૧૬ હર્મિક કે વેદિકાના અવશિષ્ટ ખંડોને તો હાલ પત્તો નથી, પરંતુ ઉખનન વેળાના એના છાયાચિત્ર૭ ઉપરથી એમ માની શકાય કે ઉત્તર ભારતની અન્ય ઉત્તરકાલીન હર્મિકા વેદિકા કરતાં પ્રસ્તુત હર્મિકાવેદિકા ઠીક ઠીક પૂર્વકાલીન છે. ખાસ તો સાંચીના સૂપ ઉપરની છત્રાવલિને ફરતી હમિકા જોડે ૧૮ પ્રસ્તુત હમિકા | વેદિકા ખૂબ સામ્ય ધરાવે છે. આમ રચનાશૈલીની તુલનાત્મક દૃષ્ટિએ જોતાં એમ અનુમાન કરી શકાય કે બરિયા-તૂપમાંથી પ્રાપ્ત થયેલી હર્મિક વેદિકા ઈ. પૂ. પ્રાય: દ્વિતીય શતાબ્દીના આરંભના કે પછી પ્રથમ શતાબ્દીના અંતના સમયની હશે (પટ્ટ ૧૮, આ. ૭૯). આમ બોરિયાના મૂળ અને જીર્ણોદ્ધાર કરેલા એ બંને સ્તૂપ મૌર્ય કે અનુમૌર્યકાલીન હોવાની સંભાવના નકારી શકાય એમ નથી.
ઉખનિત બોરિયા સ્તૂપની સમીપમાં એક બીજે સ્તૂપ પણ આવેલ છે, જેને લોકો બડી લાખામેડી' કહે છે. એની બાજુમાં વિહારના બાંધકામનાં ચિહ્ન પણ નજરે પડે છે. ૧૯