Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્યકીય સ્મારક
[૩૪૭ ગુફાઓમાં અધરાકાર પછીત હોવાને કારણે ચૈત્ય પછીતથી સ્વત ત્ર હતું, માટે પ્રસ્તુત ૪ ગુફામાં પણ સ્વતંત્ર હશે એમ અનુમાન કરી શકાય, ૨૮ છતાં પણ એ પ્રસ્તર-નિર્મિત હતું કે શૈલ ઉત્કીર્ણ એ હવે સુનિશ્ચિત થઈ શકે એમ નથી.
પ્રસ્તુત ગુફાઓમાં શિરપાંકન કે અલંકરણ નહિવત હોવાથી એના જે થોડા નમૂના મળી આવે છે તે ખૂબ ઉપયોગી છે. ઉત્તરી હારમાળામાં મ ઓસરીના મુખભાગ ઉપર અર્ધવૃત્તાકારમાં કોતરાયેલે ચેત્ય–ગવાક્ષર એની બાજુની ચ-ર૪ ઓસરીઓના મુખભાગ ઉપર કોતરાયેલા લગભગ વર્તુલાકાર ચૈત્ય-ગવાથી” જુદો તરી આવે છે, એમ છતાં અર્ધવૃત્તાકાર ચૈત્યગવાક્ષને આદિમ પ્રકારને માની શકાય નહિ.૩૧
પૂર્વ હારમાળાના ચૈત્યગૃહવાળા ઝૂમખાની ઓસરી ૪ ના છયે સ્તંભ ઉપર, વિતાન તરફ, સિંહ-વ્યાલ યુક્ત નાગદંત (બ્રેકેટ) આવેલ છે. ઓસરીને બંને છેડે, દીવાલ ઉપર, આછા ભાસ્કર્થમાં એકેક સપક્ષ સિંહ-વ્યાલ કંડારવામાં આવેલ છે. આ ઝૂમખાની દક્ષિણે એને અડીને આવેલા – ગુફાઓવાળા ઝૂમખાના પ્રાંગણ છે ના પ્રવેશદ્વારની બંને બાજુની દીવાલને અડીને, જમીન ઉપર એકેક વ્યાલ-મુખ કંડારેલું છે.૩૨ – ગુફાઓના પ્રવેશદ્વારના બાહ્ય ચોકઠાના ઊર્વભાગે કેટલુંક અલકરણ કરેલું છે.૩૩ લગભગ એ જ પ્રકારનું અલંકરણ દક્ષિણી હારમાળાની ગુફાના પ્રવેશદ્વાર ઉપર પણ જોવા મળે છે. ૩૪ પ્રસ્તુત સ્વસ્તિકાદિ અલંકરણ બૌદ્ધધર્મસૂચક છે કે જૈનધર્મબેધક સર્વ માન્ય નિર્ણય લેવાયો નથી.૩૫
અન્યત્ર આવેલી પૂર્વકાલીન શૈલ–ઉત્કીર્ણ ગુફાઓના સ્તંભો જોડે સામ્ય ધરાવતા પ્રસ્તુત ગુફાઓના અધિકાંશ સ્તંભ સાદા અને સમરસ છે. દક્ષિણ હારમાળાની ૪ ગુફાના મધ્યભાગે આવેલ સ્તંભ વિશેષ ઉલ્લેખનીય છે. એ અષ્ટકોણ સ્તંભના ત્રિખંડી શીતલ હેઠળ અમુખી દેગડી જેવી કલશાકૃતિ આવેલી છે. નાસિકના નહપાન-વિહારમાં આ પ્રકારના સ્તંભ આવેલા છે.૩૭ પૂવ હારમાળામાં ચૈત્યગૃહથી દક્ષિણ બાજુની ગુફ ર જ ના પ્રવેશદ્વારના ચોકઠા ઉપર, બાહ્ય ભાગે જે ઉત્કીર્ણ અલંકરણ કરવામાં આવ્યું છે તેમાં બંને બાજુએ એકેક સ્તંભ પણ કંડારેલ છે. ૨૮ પ્રસ્તુત ઉત્કીર્ણ તંભનાં શીર્ષ રામેશ્વર, એલેરા અને ભરડુતનાં સ્ત ભ-શીપ જોડે સામ્ય ધરાવે છે.૩૯
બાવાપ્યારા-ગુફાઓના અલ્પતમ અલંકરણનું શિલ્પકામ ભલે પાછળથી થયું હોય, ચૈત્યગૃહાદિ ગુફાઓનું કંડારકામ ઈ.પૂ. બીજી શતાબ્દીના અંત સુધીમાં પૂરું થઈ ગયું હશે.૪° અશોકની ધર્મઆજ્ઞાઓને ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં