Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૬
સ્થાપત્યકીય સ્મારકો
(૧) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુજરાતભરમાં અદ્યપર્યત જ્ઞાત થયેલાં સ્થાપત્યકીય પ્રાચીન સ્મારકે પૈકી પ્રાચીનતમ સ્મારક સૈારાષ્ટ્રમાં આવેલાં છે. આ કાલનાં સ્મારકામાં ચૈત્યગૃહો અને વિહારે જેવાં ઘણાં સમારક કૌલ-ઉકીર્ણ ગુહાના પ્રકારનાં છે. કેટલાંક ધાર્મિક સ્મારકોમાં તેના સંપ્રદાયનાં અસંદિગ્ધ ચિહ્ન રહેલાં છે, જ્યારે રચનાકાળ અને બીજાં કેટલાંક સ્મારકોમાં એવાં ચિહ્ન રહેલાં નથી. અભિલેખના અભાવે વાસ્તુશૈલી તથા શિલ્પૌલીને આધારે એના નિર્માણનું સમયાંકન કરવામાં આવે છે. એ બાબતમાં કેટલીક વાર તોમાં અભિપ્રાયભેદ પ્રવર્તે છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં આ કાલનાં સ્થાપત્યકીય સ્મારક નીચે પ્રમાણે છે : ગિરિનગર
સતત વસવાટ, ખેતી અને ધોવાણના કારણે ગિરિનગરની અકબંધ નિશાનીઓ પ્રાપ્ત થવી મુશ્કેલ ખરી. પાષાણુની સુલભ વિપુલતાના કારણે ગિરિનગરનાં મકાન ઘણે અંશે પથ્થરોનાં બંધાતાં હશે, એમ છતાં વિવિધ પ્રકારનાં ધાર્મિક સ્થાપત્ય ઈટ-નિર્મિત અથવા શૈલ–ઉત્કીર્ણ બનાવવાની પ્રણુલી હશે એમ સ્તૂપ-વિહારાદિના રહેલા અવશેષો ઉપરથી કહી શકાય.
ઈસુની સાતમી શતાબ્દીમાં ત્યાં ૫૦ સંઘારામ (વિહાર) અને લગભગ ૧૦૦ દેવાલય હતાં. સુદર્શન-તાક
સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યના સાળા કે સૈારાષ્ટ્રના રાષ્ટ્રિય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્પગુપ્ત ગિરનારની ઉપત્યકામાં ઈ.પૂ. ૩૨૦ ની આસપાસ સુદર્શન-સરોવરની રચના કરાવી હતી.
૨૧