Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ સુ]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [૩૩૫
જ્યારે નગરેાની વસ્તી ઓછી હતી ત્યારે ગામેાની વસ્તી એના કરતાં પણ ઓછી હતી. આ કાલમાં ૫૦૦ માણસાની વસ્તીવાળાં ગામ પ્રમાણમાં
થાડાં હતાં.
સમગ્ર રીતે આ કાલમાં ગુજરાતની વસ્તી ગયા કાલ કરતાં વધી હશે, પણ એનું પ્રમાણ આજની સરખામણીમાં ઘણું એન્ડ્રુ હતુ અને તેથી પુષ્કળ વસ્તીવાળા દેશની કલ્પના એ કવિમાનસના પરિપાક લાગે છે.
આ નગરેની આજુબાજુ છૂટીછવાઈ વસ્તી હોવાના અને નગરાએ એની આજુબાજુ પરાં વિકસાવવા માંડયાં હાવાના પૂરતા સંભવ છે. નગર જેવાં સમુદ્રકાંઠાનાં નગરેાની અંદરથી મળેલાં હાડકાંનેા અભ્યાસ કરતાં સમજાય છે કે આ ગામેામાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, હરણ, ઊંટ, નીલગાય, ઉંદર, કાળ, નેાળિયા, કૂતરા, મરઘાં, ચિત્તા, ધેડા, ગધેડાં, માછલાં અને કાચબા જેવાં પ્રાણી૯ અસ્તિત્વ ધરાવતાં હતાં. આ પ્રાણીએનાં હાડકાં અંદરથી મળેલાં હાઈ એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ગામેાની આજુબાજુ ઘાસનાં મેદાનેા અને જંગલેાના પ્રદેશ ઘણા મોટા હશે; એટલે કે આ ગામેાની આજુબાજુ ખેતરે, એનાથી દૂર ચરાણુ અને એનાથી દૂર જંગલાનું અસ્તિત્વ હોવાની કલ્પના થઈ શકે. અર્થાત્ આજની સરખામણીમાં એ કાલમાં જંગલી પ્રાણીએ તથા જંગલેનું પ્રમાણ વધારે હોવાનું સમજાય છે.
અકાટા જેવાં સ્થળાના ઉત્ખનનના અભ્યાસ પરથી ગુજરાતની નદીઓમાં આવતી રેલને પરિણામે થતી તકલીફનાં એંધાણ પણ મળે છે. આ એ ધાણા પરથી તેમજ નદી તરફના ભાગ પાસે બાંધવામાં આવેલી દેવની મેારીના સ્તૂપની વિશાળ દીવાલ પરથી ગુજરાતની નદીએ રેલથી સારું નુકસાન કરતી હશે એમ સ્પષ્ટ થાય છે. આવાં તેાફાનામાં મેટાં સરેવરાની પાળા તૂટતાં ઘણું નુકસાન થતું હશે.
ગુજરાતમાં રેલનાં નિશાન પુરાવસ્તુના અભ્યાસમાં ઠેર ઠેર દેખાય છે. તેમ આપણે ત્યાં પાણીની તંગી નિવારવા માટે જલાશયેા બાંધવાની પ્રવૃત્તિ પણ એટલી જ વેગવાન હતી એમ લાગે છે. સાબરકાંઠાના શામળાજીમાં તથા એની આજુબાજુ બંધાયેલાં જલાયા, જૂનાગઢનું સુદર્શન, ખેડાનું માટું તળાવ વગેરે તળાવાની જરૂર પાણીના સંચય કરવા માટે હતી. એની વ્યવસ્થા રાખવાની અને એને સાચવવાની જરૂર પરથી આપણા પ્રદેશમાં વાપરવાના તથા ખેતી