Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૩૪ ]
મો કાલથી ગુપ્તકાલ
[x.
આ બહારના પ્રદેશમાંથી ભરૂચ, નગરા, કામરેજ, વરિયાવ ( તા. ચોર્યાસી, જિ. સુરત), વલભી, સેામનાથ, દ્વારકા આદિ બંદરાએ માલ આવતા અને ત્યાંથી દેશના બીજા ભાગામાંય પહોંચતા . ખાસ કરીને નગરાથી વસ્તુ તારાપુર, દહેગામ, નિડયાદ, કઠલાલ થઈ શામળાજી મારફતે રાજસ્થાન તથા ઉત્તર ભારત પહોંચતા. ભરૂચથી કારવણ, વડાદરા, ઝાલદ પર રસ્તા હોવાનાં એંધાણ છે. અમદાવાદ જિલ્લાનું સાણંદ વલભી અને નગરા જેવાં બંદરાને અંદરના ભાગે સાથે સાંકળી લેતુ હશે. રાજસ્થાનનાં ભીનમાલ જેવાં નગર પણ આ કાલમાં ગુજરાત સાથે સંકળાયેલાં હોવાના પૂરતા સંભવ છે.
ગુજરાત અને સારાષ્ટ્રનાં આ કાલનાં ગામોનું કદ જોતાં એમાં આશરે ચાર ચોરસ કિલોનીટરના કદનાં રાહેર ઘણાં આછાં હશે. અકોટા એક કિલામીટર લાંબું અને અડધા કિલોમીટર પહેળુ હશે. કામરેજની સંમગ્ર લંબાઈ ખે કિલોમીટરથી વધુ નથી અને પહોળાઈ અડધા કિલેામીટર કરતાં વધુ નથી. પ્રાચીન ભરુકચ્છ પણ બહુ મોટું નથી. વલભીની લંબાઈ પણ એ કિલામીટરથી ઘેાડી ઓછી છે. ટીંબરવા ભાગ્યે ૨૦૦૪૨૦૦ મીટરનું ગામ છે. ધાતવા અને જોખા પણ એના કરતાં મેટાં નથી. જૂનાગઢનું કદ પણ ખાવાપ્યારાની ગુફાથી શરૂ કરીને ખાપરા કોડિયાની ગુઢ્ઢા અને ગદેચી માતા કરતાં વધારે લંબાઈ દર્શાવતું હાવાને સંભવ લાગતેા નધી, જ્યારે એની પહેાળાઈ લબાઈ કરતાં એછી છે. વડનગર પણ વલભી કરતાં મેટું નથી. ઝાલદ પણ એક કિલામીટર કરતાં વધારે લાંબું નથી. નગરા એના ઉન્નત કાળમાં આશરે એક ચારસ કિલોમીટર કરતાં ઘણું મોટું નથી. દ્વારકા આના કરતાં પણ નાનું હશે, જ્યારે પીંડારાની પણ આવી જ દશા છે. આ જોતાં સમાય છે કે પ્રાચીન ગુજરાતનાં મેટાં નગર પણ આશરે ચાર ચારસ કિલેમીટર કરતાં મેટાં નથી; પણ ઘણાં નગરાનું કદ આ માપ કરતાં આધુ છે, તેથી પ્રાચીન નગર ઘણાં મેટા હોવાની લિખિત અને પ્રચલિત વાતા તપાસ કરવા જેવી લાગે છે. સંભવ છે કે એમાં કવિ-કલ્પનાનું તત્ત્વ ઘણું વધારે હાય.
આ નગરેાના કદની પરીક્ષા પરથી એની વસ્તીની કલ્પના કરીએ તે પ્રાચીન ગુજરાતનાં ઘણાં નગરાની વસ્તી બહુ હોય એમ લાગતું નથી. વલભી જેવાં નગરાની વસ્તી ૧૫,૦૦૦ કરતાં વધુ હાવાનેા સંભવ નથી. જૂનાગઢ પણ એના કરતાં વધારે વસ્તીવાળું નહિ હાય. અકોટાની વસ્તી ભાગ્યેજ ૬, ૦૦૦ જેટલી હોય. કામરેજ પણ ૮ થી ૧૦ હજારની વસ્તીવાળું ગામ હશે. વડનગર એના કરતાં ખાસ મેટું નહિ.