Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી
[૩૩૧.
મળે છે, જેની ચર્ચા અન્યત્ર કરવામાં આવી છે. ગુજરાતની ક્ષત્રપ-ટંકશાળમાં વપરાયેલી ચાંદીની પરીક્ષા પરથી એમ સમજાય છે કે એ ટંકશાળમાં પરદેશથી આયાત થયેલી ચાંદી વાપરવામાં આવતી.૬૪ ટંકશાળમાં જે મુદ્દાઓ પર છાપ મારવામાં આવતી તે સ્પષ્ટ હતી. કેટલીક વાર એ બરાબર મારી ન હોય તેવી દેખાય છે.
આ કાલની સેનાની વસ્તુઓ ઘણી ગેડી મળી છે. એ પછી દેવની મોરીનાકપ સ્તૂપના સમુગકમાંથી મળેલી તાંબાની દાબડીની અંદરની સેનાની શીશી સુરેખ બનાવટની છે. એનો દાટ પણ સારી રીતે બનાવેલો છે. સેનાની મુદ્રાઓ ઘણી થોડી છે. ટીંબરવામાંથી મળેલાં સોનાનાં પતરાંના ગોળ આભૂપણના ભાગ પર સેનાના તારની સાંકળી જડીને એની પર મનોહર ભાત ઉપસાવવામાં આવી છે. સામાન્ય રીતે સોનાની વસ્તુઓ ન મળવાના કારણમાં સોનાની કિંમત તથા એની વસ્તુઓ ભાગીને નવા નવા ઘાટ બનાવવાની વૃત્તિ વધુ ભાગ ભજવતી લાગે છે. ભારતીય સમૃદ્ધિની વાતોમાં સુવર્ણની જે અઢળક કથાઓ પ્રચલિત છે તેની સરખામણીમાં સોનાની વસ્તુઓની સામાન્ય અછતનું અત્યાર સુધી મળેલું જ્ઞાન સરખાવવા જેવું છે.
આ કાલમાં પથ્થરની ઉપયોગિતા ઓછી થઈ ન હતી. ધારવાળાં ઓજાર અને શસ્ત્રો તરીકે પથ્થરને ઉપગ નહિવત્ થઈ ગયો હતો, પણ પથ્થરની મૂર્તિઓ, મણકા, નિશા, નિશાતરા, ઘંટી, પિંડલા, ડબ્બા, રુક્કા (પટ્ટ ૫, આ. ૩૦) વગેરે અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી તથા પથ્થરની ફર્શ બંદી પણું કરવામાં આવતી. તળાવોના બાંધકામમાં પથ્થરનો ઉપયોગ થતો. ખડકોમાંથી ગુફાઓ કોતરી કાઢવામાં આવતી. આમ અનેક રીતે પથ્થરોને ઉપયોગ ચાલુ રહ્યો હતો. પથ્થરની મૂર્તિઓ, ગુફાઓ, લેખો વગેરેની ચર્ચા અન્યત્ર કરવાની હોઈ અહીં બીજી વસ્તુઓની વિગતો આપી છે. પથ્થરના ગોળ લખોટા તથા બીને રમકડાં (પટ્ટ ૫, આ. ૨૬) બનાવવામાં આવતાં. આ કાલમાં કુંભાર માટીનાં વાસણ ઘડવા માટે ટપલાની નીચેના ભાગમાં રાખવામાં આવતા પિંડલા પથ્થરના બનાવતા (પટ્ટ ૮, આ. ૫૩). આ પિંડલા નાના ઘડાના ઘાટનો નક્કર અને લીસો હોય છે. માટીના વાસણની અંદર એને રાખવામાં આવે છે અને વાસણ નરમ હોય ત્યારે એની ઉપર ટપલ મારીને એની મદદથી એને મોટું કરવામાં આવે છે.
આ ઉપરાંત સામાન્ય વપરાશની નિશાઓ તેમજ નિશાતરાઓ ઘણું મળે છે. આ નિશાઓ આગલા કાલના જેવી પાયાવાળી હોય છે. એ સાદી અને