Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મો કાલથી ગુપ્તકાલ
[ પ્ર.
૩૩૦ ]
વસ્તુના હાથા ખેસાડવા માટે પાછળ દુમાલ રાખતા. આવી દુમાલદાર છરીઓના ટુકડા મળ્યા છે. ભાલેાડાની પાછળની બાજુએ તીરનું રાડુ બેસાડવા ખેાલી રાખતા અથવા એને દુમાલદાર બનાવતા. આ કાલમાં ઘરમાં સામાન્ય વપરાતાં લોખડનાં સાધન પણ બનાવવામાં આવતાં.
આ લેખંડનાં સાધન જમીનમાં દટાઈ રહેવાથી કટાઈ જતાં હોય છે તેથી તાંબાનાં કે એવી બીજી ધાતુનાં સાધને જેટલા સારી સ્થિતિમાં એ મળતાં નથી. આ કાલના લેાક લેાખડના પિત્તળ સાથે ઉપયાગ કરતા હોય એવા કેટલાક નમૂના છે. ખાસ કરીને શામળાજી પાસેથી મળેલી ગ્રીક દેવ ઍટલાસની પ્રતિમા( પટ્ટ ૩૪, આ. ૧૦૧ )! અભ્યાસ કરવાથી સમન્વય છે કે એ કાઈ મેટી મૂર્તિને ભાગ છે અને એને બીજી મૂર્તિ સાથે જોડવાનું કામ લેખડ બજાવ્યું હતું.
જ્યારે આવી પિત્તળની વસ્તુઓ મળે ત્યારે આપણે ત્યાંના કસારાએએ અને મૂર્તિ બનાવનાર!એ સાધેલા વિકાસ માટેના એ સારા નમૂના છે. ગુજરાતમાં તાંબાની વસ્તુઓ પૈકી ડબ્બી, અ ંજનશલાકા, મુદ્રાએ!. વલયા ( પટ્ટ ૫, આ. ૩૧, ૩૨ ), વીટીએ (પટ્ટ ૫, આ. ૩૩) વગેરે મળી આવે છે. તેનું ઘડતર સારું હોય છે. દેવની મોરીના ૧ સ્તૂપમાંથી મળેલી યુદ્ધના અવશે સાચવતી ડબ્બી પર ઢાંકણુ ઉપરથી બેસાડી દેવાય એવું બનાવેલું છે. નગરામાંથી સુશોભનયુક્ત ઢાંકણ મળ્યું છે.દર આવા અવશેષો પરથી એ કાલના કારીગર પેાતાના ધંધાના સારી રીતે માહિતગાર હોવાનું સમજાય છે. તેએ ધાતુ ઢાળવામાં, એના પર કોતરકામ કરવામાં, પતરાં ટીપીને એને ચાગ્ય ઘાટ આપવામાં અને એવાં બીજા કામેામાં યોગ્ય કુશળતા ધરાવતા ડ્રાય એમ એમણે બનાવેલી વસ્તુ તપાસતાં લાગે છે. આ કાલના તાંબા અને કાંસાની વસ્તુઓમાં પરદેશથી, ખાસ કરીને રોમન સામ્રાજ્યમાંથી,૬૩ આવતી વસ્તુઓને સમાવેશ થાય છે. આને સુંદર નમૂને અકાટામાંથી મળેલે તાંબાના લોટા પરને! હાચે છે. એની ઉપર હાડી પર ખેડેલા કામદેવની પ્રતિમા છે.
તાંબાની સરખામણીમાં સીસાની વસ્તુએ એછી મળે છે, પણ એમાં મુદ્રાએ અને આભૂષણોને સમાવેશ થાય છે. મુદ્રા અને સિક્કાની ચર્ચા અત્રે અપ્રસ્તુત હોઈ માત્ર સીસાનાં આભૂષણુ શ્વેતાં એ વખતે એ પ્રકારનાં કર્ણાભરણ જોવામાં આવે છે. એક પ્રકારનાં આભરણ સીસાનાં પતરાંમાંથી બનાવવામાં આવે છે, જ્યારે બીજો પ્રકાર સીસું ઢાળીને બનાવવામાં આવે છે. આ સીસુ રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતું હેાવાનું સમજાય છે. સીસાની વસ્તુના પ્રમાણમાં ચાંદીની વસ્તુ એછી મળે છે. એમાં સૈાથી વધુ પ્રમાણમાં સિક્કા