Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પુરાવા છે. આ કાલમાં પકવેલી ઈટે પણ સારા પ્રમાણમાં બનતી. આ ઈટ ૧૮” x ૧” x ૧” થી ૩” ને કદની સામાન્યતઃ જોવામાં આવે છે, પરંતુ એ ઉપરાંત બીજા કદ પણ જાણીતાં હતાં. ઈ ટોન સામાન્ય ઘાટ લંબચોરસ હતો. પણ એ ઉપરાંત જરૂર પ્રમાણે દેટને એક ખૂણો ગોળાકાર બનાવો, લાંબી દંડા જેવી ઈટો બનાવવી, ચરસ ઈટ રાખવી વગેરે પ્રકારે જાત જાતની ઈટ આ કાલમાં બનાવવામાં આવતી. સ્થાપત્યમાં આ ઈટાનો ઉપયોગ થતોહોવાનું દેવની મરીને બૌદ્ધ સ્તૂપના અભ્યાસ પરથી સમજાય છે.
ઈટ સાદી અને સુશોભિત એમ બંને પ્રકારની બનતી. સાદી ઈટા સામાન્ય કામકાજની હતી, પરંતુ સુશોભિત દઈટ, લાકડામાં થયેલાં કોતરકામનું કે પથ્થરના કોતરકામનું પ્રતિબિંબ પાડતી. એમાં અનેક પ્રકારનાં કલાત્મક કામ થતાં હતાં એમ સમજાય છે. ગુજરાતમાં અદ્યાવધિ પ્રાપ્ત થયેલી ઈટામાં સૌથી વધુ આકર્ષક અને સુશોભિત દઈટ દેવની મોરીના બૌદ્ધ સ્તૂપની છે.૩૯
આ ઈટાના અભ્યાસ પરથી સમજાય છે કે ઈટો પાડવાનું તથા એ પકવવાનું કામ ખુલ્લામાં થતું. આજે જેમ કુંભારે ખુલ્લી જગ્યામાં કામ કરે છે તેમ એ વખતે પણ એ કામ કરતા. જે જગ્યાએ એ કામ કરતા તે સ્થળોએ કૂતરાં તથા વાછરડાં યથેચ્છ ફરતાં હોવાનું સમજાય છે. એક ઈટ પર પડેલાં પગલાને અભ્યાસ કરીને શ્રીમતી ડેલી સાહે૪૦ જણાવ્યું છે કે અહીં આવતાં કૂતરાંને લેકે હાંકી કાઢતા અને તેથી એ દોડીને નાસી જતાં. વાછરડાંનાં પગલાં તથા કાળજી વગરના માણસોનાં પગલાં પણ ઈટ પર મળી આવ્યાં છે.
ઈટમાં બાજરી કે ડાંગરનાં છોડાંની જરૂર પ્રમાણે મેળવણી કરીને માટીને યોગ્ય રીતે કેળવવામાં આવતી હતી. પલી ઈટ જોતાં સમજાય છે કે આ કાલના લોકો ઈ ટ ઘણી સારી રીતે પકવતા હતા. એમણે બનાવેલી ઈટ આજના જમાનાનાં બાંધકામમાં આશરે ૧૬૦૦ વર્ષ પછી પણ કામમાં આવે છે એ પરથી એમના કામને આપણને ખ્યાલ આવે છે.
ઈટ ઉપરાંત મકાનનાં છાપરાં માટે આ કાલમાં નળિયાં બનાવવામાં આવતાં. આ નળિયાં લંબચોરસ ઘાટના હતાં. એની એક બાજુ પર બે કાણાં રાખવામાં આવતાં. આ નળિયાં સપાટ હતાં. અને એ રીતે આજે વપરાતાં “મેંગલોર ટાઈલસ”નાં પુરોગામી જેવાં એ હતાં. મધ્યકાલમાં વપરાતી નાળો કરતાં એ જુદાં હતાં. એની ઉપલા ભાગની ધાર સહેજ ઊપસેલી હતી તથા વચ્ચે લીટીઓ પાડવામાં આવતી. ઈટવા, દેવની મોરી,૪૧ કામરેજ વગેરે