Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
છે. આ પૈયાં હમેશાં ઠીકરામાંથી બનાવવામાં આવતાં. તૂટેલા ઘડા કે માટલાનાં ઠીકરાંને તોડીને એને ગોળ ઘાટ આપવામાં આવતો અને ત્યાર બાદ એની ધારને પથ્થર પર ઘસીને સુંવાળી બનાવવામાં આવતી. સામાન્ય રીતે ઠીકરાંની આ ગોળ ચકતીઓ જુદા જુદા કાલના થરોમાંથી મળી આવે છે.
પરંતુ આ ચકતીઓની વચ્ચે કેટલીક વાર એક કે બે કાણાં પાડેલાં હોય છે. જ્યારે એક કાણાવાળી ચક્તી મળે ત્યારે એને ઉપગ શો હશે એ પ્રશ્ન થાય છે. આવી નાની ચકતીને દોરી બાંધીને ગોળ ફેરવવામાં આવે છે, પરંતુ એમાં લાકડાની દાંડી નાખીને એનો ચકલી તરીકે પણ ઉગ થતો હોય છે તેથી જ્યારે એક કાણુવાળી માટીની આવી ચકતી મળે ત્યારે એનો ઉપયોગ સંદિગ્ધ રહે છે.
પરંતુ આવી ગોળ ચકતીની વચ્ચે નજીક નજીક બે કાણાં પાડેલાં હોય ત્યારે એ બાળકનાં રમકડાં તરીકે વપરાતી હોવાની બાબતમાં ઝાઝી શંકા રહેતી નથી.
આવી જાતની ચકરડી ઉપરાંત અત્યારે લાકડાની નાની ચકરડી મળે છે તેવી જાતની માટીની ચકરડી નગરામાંથી મળી આવી છે, તે પરથી સમજાય છે કે ક્ષત્રપ અને ગુપ્તકાલમાં આ જાતની ચકરડીઓ વપરાતી હતી.
માટીની બીજી વસ્તુઓમાં બળદ, હાથી, ગેંડા, નીલગાય વગેરે પ્રાણુઓના ઘાટનાં રમકડાં, માનતા માટે બનાવવામાં આવતાં નાનાં ચોરસ તળાવ, મણકા વગેરે વગેરે ગણાવી શકાય. માટીનાં જાનવર પણ જરૂર પ્રમાણે બનાવવામાં આવતાં અને તેઓની બનાવટ પ્રમાણમાં સારી રહેતી. કયું અનવર બનાવવામાં આવ્યું છે એ ઘણી વાર સહેલાઈથી સમજાય એવું હોય છે, પણ કેટલાક બેડોળ ઘાટ પરથી એ કર્યું જાનવર હશે એ જાણવું મુશ્કેલ પડે છે.
પરંતુ માટીનાં પૈડાંવાળાં રમકડાં બનાવવામાં આવતાં હોવાનું મળેલાં પૈડાઓ પરથી લાગે છે. પૈડાંનું સાલ એક બાજુએ અથવા બંને બાજુએ ઉપસેલું હોય છે, અને એ લક્ષણથી એ એક કાણાવાળો ચકતીથી જુદાં પડે છે. આવાં પૈડાંવાળાં સાધનોમાં માટીનું નગરામાંથી મળેલું ગાડું ખાસ ધ્યાન ખેંચે એવું છે. આ ગાડું નાની ચોરસ માટીની ચકરી છે. એની ઉપલી ધાર વાળેલી છે અને એની ધરી તથા આગળનો ભાગ એની સાથે બેસાડવા માટે એમાં કાણાં રાખવામાં આવ્યાં હતાં. ધરી બેસાડવા માટે એમાં આરપાર કાણું પાડવામાં આવ્યું હતું, જ્યારે ગાડાને ધૂંસરીવાળો ભાગ બેસાડવાનું કાણું આરપાર જતું ન હતું. આ ભાગ લાકડાંના બનાવેલા હશેઃ આવાં માટીનાં ગાડાઓથી બાળકે