Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૩૨૧.
માટલાં, નાના ઘડા, કલેડાં વગેરે વાસણ આ પ્રકારનાં બનતાં. આ વાસણો બનાવવાની પરંપરા પણ ઘણી લાંબી ચાલેલી હોઈ એને પણ આગળ વર્ણવેલાં વાસણોની માફક સમયાંકનમાં ઉપયોગ થતો નથી.
કાળાં-અને-લાલ બરછટ વાસણ
આ વાસણનું પત કાળાં-અને-લાલ વાસણની સરખામણીમાં જાડું અને મોટા કણની માટીવાળું છે. આ વાસણને અંદરનો ભાગ તેમજ કાંઠે કાળે અને બહારને ભાગ લાલ રંગનો હોય છે. આ વાસણના ઘાટ જૂના કાળાં– અને-લાલ વાસણો કરતાં જુદા છે. પહેલા મેંની હાંડલી આ પ્રકારનાં વાસણોમાં મુખ્યત્વે જોવામાં આવે છે. એના પેટ ઉપર કેટલીક વાર કર્ણિકા હોય છે અને એને કવચિત સુશોભિત કરવામાં આવે છે. આ ઉપરાંત થાળીઓ, ઢાંકણાં વગેરે આ પ્રકારનાં વાસણમાં દેખાય છે.
આ વાસણના ઘાટ પરથી એ આગળના કાલનાં કાળાં-અને-લાલ વાસણનાં સીધાં અનુગામી લાગતાં નથી, એનું ઘડતર બરછટ લાલ વાસણ જેવું છે અને એના ઘાટ પણ એની સાથે સંબંધ ધરાવતા હોય એવા છે. એ પરથી લાગે છે કે આ વાસણ પકવવા માટે ની લોહિત વાસણ પકવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચીતરેલાં વાસણ
આ કાલનાં વાસણમાં વિશિષ્ટ પ્રકારનાં રગેલાં વાસણ મળે છે, તેમાં મોટે ભાગે લાલ ઘૂંટેલાં વાસણ ઉપર કાળા રંગે ચિત્રકામ કરેલું હોય છે. આ ચિત્રકામમાં સાદી લીટીઓ તેમજ અનેક જાતની ભાતો જોવામાં આવે છે. ખાસ કરીને આ વાસણ રાજસ્થાન તરફ રંગમહાલ વગેરે સ્થળોએ મળતાં વાસણો સાથે સંબંધ ધરાવે છે. આ વાસણે દક્ષિણ ગુજરાતને મુકાબલે ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં મળે છે, પરંતુ બીજાં વાસણેની સરખામણીમાં એનું પ્રમાણ ઓછું છે.
આ જાતનાં ચીતરેલાં વાસણોની સાથે એ જ જાતનાં લાલ રંગનાં વાસણો પર ધોળા પટા પાડીને એની પર કાળા રંગે ભાત પાડવામાં આવતી હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આ વાસણને ચીતરવાની પદ્ધતિની શરૂઆત આ યુગમાં થઈ ચૂકેલી હોવા છતાં એને વિકાસ ગુપ્તકાલ પછી વધુ પ્રમાણમાં થયેલ હોય છે. ઈ–૨–૨૧