SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૨૧. માટલાં, નાના ઘડા, કલેડાં વગેરે વાસણ આ પ્રકારનાં બનતાં. આ વાસણો બનાવવાની પરંપરા પણ ઘણી લાંબી ચાલેલી હોઈ એને પણ આગળ વર્ણવેલાં વાસણોની માફક સમયાંકનમાં ઉપયોગ થતો નથી. કાળાં-અને-લાલ બરછટ વાસણ આ વાસણનું પત કાળાં-અને-લાલ વાસણની સરખામણીમાં જાડું અને મોટા કણની માટીવાળું છે. આ વાસણને અંદરનો ભાગ તેમજ કાંઠે કાળે અને બહારને ભાગ લાલ રંગનો હોય છે. આ વાસણના ઘાટ જૂના કાળાં– અને-લાલ વાસણો કરતાં જુદા છે. પહેલા મેંની હાંડલી આ પ્રકારનાં વાસણોમાં મુખ્યત્વે જોવામાં આવે છે. એના પેટ ઉપર કેટલીક વાર કર્ણિકા હોય છે અને એને કવચિત સુશોભિત કરવામાં આવે છે. આ ઉપરાંત થાળીઓ, ઢાંકણાં વગેરે આ પ્રકારનાં વાસણમાં દેખાય છે. આ વાસણના ઘાટ પરથી એ આગળના કાલનાં કાળાં-અને-લાલ વાસણનાં સીધાં અનુગામી લાગતાં નથી, એનું ઘડતર બરછટ લાલ વાસણ જેવું છે અને એના ઘાટ પણ એની સાથે સંબંધ ધરાવતા હોય એવા છે. એ પરથી લાગે છે કે આ વાસણ પકવવા માટે ની લોહિત વાસણ પકવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીતરેલાં વાસણ આ કાલનાં વાસણમાં વિશિષ્ટ પ્રકારનાં રગેલાં વાસણ મળે છે, તેમાં મોટે ભાગે લાલ ઘૂંટેલાં વાસણ ઉપર કાળા રંગે ચિત્રકામ કરેલું હોય છે. આ ચિત્રકામમાં સાદી લીટીઓ તેમજ અનેક જાતની ભાતો જોવામાં આવે છે. ખાસ કરીને આ વાસણ રાજસ્થાન તરફ રંગમહાલ વગેરે સ્થળોએ મળતાં વાસણો સાથે સંબંધ ધરાવે છે. આ વાસણે દક્ષિણ ગુજરાતને મુકાબલે ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં મળે છે, પરંતુ બીજાં વાસણેની સરખામણીમાં એનું પ્રમાણ ઓછું છે. આ જાતનાં ચીતરેલાં વાસણોની સાથે એ જ જાતનાં લાલ રંગનાં વાસણો પર ધોળા પટા પાડીને એની પર કાળા રંગે ભાત પાડવામાં આવતી હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આ વાસણને ચીતરવાની પદ્ધતિની શરૂઆત આ યુગમાં થઈ ચૂકેલી હોવા છતાં એને વિકાસ ગુપ્તકાલ પછી વધુ પ્રમાણમાં થયેલ હોય છે. ઈ–૨–૨૧
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy