________________
૩૨૦]
સૌય કાલથી ગુપ્તકાલ
[પ્ર.
બદલાયેલા અંશાને લીધે ઈ.સ.ની શરૂઆતની સંસ્કૃતિને ઈ. પૂ. ની સંસ્કૃતિથી જુદી પાડવા માટેનાં સાધન પ્રાપ્ત થાય છે. આ સાધનેામાં માટીકામ ઘણા અગત્યના ભાગ ભજવે છે. પાછલા કાલનાં કાળાં-અને-લાલ વાસણ લુપ્ત થઈ જાય છે. અને ઉત્તરનાં કાળાં ચળકતાં (N.B.P.)વાસણ પણ મળતાં નથી. એ કાલનાં લાલ વાસણા તથા લાલ બરછટ વાસણાની પરંપરા ચાલુ રહે છે, પરંતુ એમાં બીજા નવાં વાસણ ઉમેરાય છે. આ ઉમેરાયેલાં વાસણામાં લાલ એપવાળાં વાસણ, રામન કાઠીએ, બરછટ કાળાં અને લાલ વાસણો વગેરેને સમાવેશ થાય છે. તદુપરાંત મુદ્રામાં અને પથ્થરની વસ્તુએમાં પણ ફેરફાર દેખાય છે. આ સમગ્ર ફેરફારને લીધે આ કાલને પાછલા કાલથી છૂટા પાડવાનું શકય બને છે. આ કાલમાં મળતી વસ્તુઓમાં માટીની, પથ્થરની, ધાતુની તથા હાડકાં, શંખ, હિપેાલી વગેરેની વસ્તુઓને સમાવેશ થાય છે.
માટીની વસ્તુઓ
માટીની વસ્તુએમાં જુદી જુદી જાતનાં વાસણા, મુદ્રાએ, મૂર્તિઓ, મણકા, રમકડાં વગેરેને સમાવેશ થાય છે. આ કાલમાં સાદાં તેમજ ઘૂંટેલાં લાલ વાસણુ તેમજ સાદાં તથા ધૂંટેલાં કાળાં વાસણ, બરછટ કાળાં-અને-લાલ વાસણ, ચીતરેલાં વાસણ, લાલ એપ ચડાવેલાં વાસણ, સફેદ માટીનાં વાસણ, કાચના એપ ચડાવેલાં વાસણ, રામથી આયાત થયેલી કાઠીએ, અબરખ છાંટેલાં વાસણ અને સુશોભિત વાસણ એમ વિવિધ પ્રકારનાં ઘડતરનાં વાસણ મળી આવે છે.
સાદાં તેમજ ઘૂંટેલાં લાલ વાસણ
આ કાલમાં સાદાં તેમજ ઘૂટેલાં લાલ વાસણ સૈાથી વધુ પ્રમાણમાં મળતાં હાય છે. આ વાસણાની એકંદર બનાવટ સારી હેાય છે. રોજિંદા વપરાશનાં આ વાસણેામાં વાડકા, કૂંડાં, લેાટા, ઘડા, માટલાં, કેડીએ, થાળીએ, કલેડાં વગેરેને સમાવેશ થાય છે. આ વાસણ રોજિંદા વપરાશમાં ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેલાં હોઈ તેના કાલગણનામાં ઉપયોગ થતા નથી. આ વાસણા સ્થાનિક કુંભાર બનાવતા હશે, પરંતુ આ કુ ંભાર દરેક ગામમાં હોતા નથી, તેથી એ વાસાએ થાડુ ધણું સ્થળાંતર કર્યું" હોવાના પૂરતા સભવ છે. એની વિગતા વધુ કામ કરીને તારવવાની બાકી છે.
સાદાં તેમજ ઘૂંટેલાં કાળાં વાસણુ
આ વાસણ ઉપલા વર્ગમાં આવતાં વાસણાની માફ્ક વપરાતાં હોવાનુ સમજાય છે, પરંતુ એમાં નાના વાડકા જેવા ઘાટ મળતા નથી, માટે ભાગે