________________
૩૨૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
આ જાતનાં ચીતરેલાં વાસણમાં ઘડા જેવાં વાસણ વધુ પ્રમાણમાં મળે છે. વડનગર૫ (પદ ૭, આ. ૫૬, ૫૭, ૫૮), નગરા, શામળાજી ૨૭ (પટ્ટ ૫, આ. ૨૪) વગેરે સ્થળોએથી આ જાતનાં વાસણ મળી આવ્યાં છે. સુશોભિત વાસણે
આ કાલમાં વાસણ ચીતરવાની પરિપાટી વિકસવા ઉપરાંત, એની ઉપર જ બીબાંથી ઉપસાવેલી છાપો વડે એને સુશોભિત કરવાની પદ્ધતિ પણ અસ્તિત્વ ધરાવતી માલૂમ પડે છે. આ રીતે સુશોભિત કરેલાં વાસણ પર લીટીઓ, ફૂલે, પશુઓ અને પંખીઓની આકૃતિઓ જોવામાં આવે છે (પટ્ટ પ, આ. ૨૫ પટ ૬, આ. ૩૪, ૩૫; પટ છે, આ. ૫, પર છે. આ સુશોભનવાળાં વાસણોનું પ્રમાણ પણ સામાન્યતઃ એ હોય છે. લાલ ઓપ ચઢાવેલાં વાસણ
આ કાલનાં વિશિષ્ટ વાસણોમાં લાલ ઓપ ચડાવેલાં વાસણોનું મહત્ત્વનું સ્થાન છે. અંગ્રેજીમાં Red Polished Ware( લાલ લીસા વાસણો)ને નામે જાણીતાં આ વાસણ સારી રીતે ચૂંટેલાં લાલ વાસણને મળતાં આવતાં હોય છે, પરંતુ એ ગાળેલી ઝીણી માટીનાં બનાવેલાં હાઈ એનું પોત સુંવાળું અને એને ગર્ભ એકસરખી ગરમીને લીધે વચ્ચે કાળાશ વિનાનો હોય છે. આ ગર્ભને લીધે આ વાસણનાં ઠીકરાં લાલ વાસણથી જુદાં પડી જાય છે. આ પ્રકારના પોતમાં લાંબી ડોકવાળાં અને સાંકડા વાળાં કુંજ જેવા વાટનાં વાસણ, વાડકા (પ , આ. ૪૬, ૪૮), લેટા (પટ્ટ ૬, આ. ૪૮), રકાબી, નાળચાંવાળા કરવડા (પટ્ટ ૬. આ. ૪૭ ) વગેરે જોવામાં આવે છે.
આ વાસણ ભારતમાં બનાવવામાં આવતાં હોવાનું એને ઘાટ પરથી સમજાય છે, પરંતુ આ જાતનાં વાસણ રોમથી આયાત થતાં હતાં એમ અરિકામે ૨૮(પોંડિચેરી પાસે માંથી મળેલાં કેટલાંક વાસણ પરથી સ્પષ્ટ થાય છે, આથી આ વાસણ રોમન બનાવટનાં કે એની અસર નીચે ભારતમાં બનતાં હોવાનો અભિપ્રાય છે. રેમન કેડીએ
લાલ ઓપ ચડાવેલાં વાસણ ભારતમાં બનતાં તથા રોમથી આયાત થતાં હતાં, તેની સાથે રોમથી આયાત થતાં વિશિષ્ટ વાસણમાં અણીદાર તળિયાવાળી,