Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૯૦] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. એમ ત્યાંના રાજાએ સાંભળ્યું એટલે ગિરિનગરની આગ પ્રસંગ યાદ કરીને એણે એનું સર્વસ્વ હરી લીધું .૨૫ એ સમયે પણ ગુજરાતના મુખ્ય નગરે અને બંદરમાં પરદેશી વેપારીઓની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને અગ્નિપૂજક વિશેને આ ઉલ્લેખ ઈરાની જરથોસ્તી વેપારીઓ વિશેન હોવો જોઈએ. ગુજરાતનાં બંદરેથી ઈરાન સાથે પરાપૂર્વથી બહોળો વેપાર ચાલતા હતા એ જાણીતું છે. લેક ધર્મો
શૈવ-વૈષ્ણવ, જૈન, બૌદ્ધ-એ શાસ્ત્રપરંપરાસંમત અને સંગઠિત સંપ્રદાયો ઉપરાંત અલુસુલ લેકપરંપરાથી કેટલાય લેકધમ સમાજમાં ચાલ્યા આવતા હતા. વ્યકિતઓ, કુટુંબો કે સમાજે સંગઠિત સંપ્રદાયને સ્વીકાર કરે તો પણ લોકધર્મને સામાન્યતઃ અનાદર ન કરે એમ આજ સુધી બનતું આવ્યું છે. પ્રાચીન ગુજરાતમાં પણ એમ જ હતું. લેકધર્મોમાં નાગ અને યક્ષની પૂજા સૌથી વધુ લોકપ્રિય હતી. ભરૂચથી ઉજયિની જવાના નટપિક નામે ગામમાં નાગચૂડ હતું.૨૬ આનંદપુરમાં યક્ષની અને નાગવલિકા(?)માં નાગની પૂજા થતી. ૨૭ દારકા પાસે નંદન ઉદ્યાનમાં સુરપ્રિય નામે યક્ષનું આયતન હતું.૮ ભકચ્છ પાસેના ગુડશસ્ત્ર નગરમાં યક્ષ જૈન સાધુઓને ઉપદ્રવ કરતો હતો તને ખપુટાચાર્યું શાંત કર્યો હતો. ૨૯ અનેક નગરોના પરિસરમાં આવેલાં ઉદ્યાનોમાં યક્ષાયતન હતાં અને ત્યાં લોકે યાત્રાએ કે ઉnણીએ જતાં. ‘સંખડિ' એટલે ઉજાણી. આનંદપુરના લોકો શરદઋતુમાં પ્રાચીવાહિની સરરવતીના કિનારે જઈ સંખડિ કરતા. પ્રભાસ તીર્થમાં અને અબુધ પર્વત ઉપર યાત્રામાં સંખડિ થતી.૩૧ કું લખેઠ નામે વ્યંતરની યાત્રામાં ભરુકચ્છના લેકે સંખડિ કરતા.૩૨ લાટ દેશમાં ગિરિયા અથવા મરવાલ-સંખડિ નામે ઉત્સવ થતો.૩૩ દક્ષિણ ગુજરાતમાં કોઈ ડુંગરાળ પ્રદેશમાં ગિરિપૂર સાથે જોડાયેલ આ ઉત્સવ હશે. એ ઉત્સવનું બીજુ નામ ભૂમિદાહ હતું, એટલે અગ્નિ સળગાવવાનો કોઈ વિધિ એમાં હોય એમ બને. એ ઉવનું વર્ણન મળતું નથી, પણ કેકણાદિ દેશોમાં ગિરિયજ્ઞ નામે ઉતસવ દરરોજ સંધ્યાકાળે થતો હોવાનો ઉલ્લેખ અન્યત્ર છે ૩૪ તે કદાચ આ હેય. નગરદેવતાની સાથે ગ્રામદેવતા, કબૂટ-દેવતા, ક્ષેત્રદેવતા ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં મળે છે તે શાસ્ત્રમાન્ય ધર્મોની સાથોસાથ વહેતા રહેલા લોકધર્મો ઉપર કેટલેક પ્રકાશ પાડે છે.