Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
.૩૧૬ ].
મોકાલથી ગુપ્તકાલ
[>,
માટીની ઘણી પાળો મળી આવી છે. ઐતિહાસિક કાલમાં નગરાના ઉખનનમાં માટીની પાળ મળી આવી છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત પાળ જૂનાગઢના સુદર્શન તળાવની પાળ અથવા સેતુ છે. એને માટે સુવિશાખ તથા ચક્રપાલિકે શૈલલેખોમાં ઉત્તમ પ્રકારની માહિતી આપી છે, તેને આધારે માલૂમ પડે છે કે મૂળ ચંદ્રગુતે બાંધેલા તળાવની પાળ ઈ. સ. ૧૫૦ ના માર્ગશીર્ષ માસમાં તૂટી અને ત્યાર બાદ ઈ. સ. ૪૫૫ માં તૂટી. એ હેવાલ સાતસો વર્ષનો ઇતિહાસ સાચવે છે, પરંતુ આ સેતુના અવશેષો માટે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ સેતુ શોધવાના પ્રયાસમાં ૧૮૭૮ માં ભગવાનલાલ ઇંદ્રજીએ જરસા ફકીરના તકિયા (અત્યારે જડેશ્વર મહાદેવના મંદિર) પાસે, ગિરનાર જવાના રસ્તે ભવનાથના નાકા તરફ એ સેતુ દર્શાવ્યો, પરંતુ એ સેતુનું સ્થળ બરાબર ન હતું. પછી ૧૮૯૧-૯૪ માં ખાન બહાદુર અરદેશર જમશેદજીએ ઉપરકોટની પાછળ એને વિસ્તાર બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તાજેતરમાં ૧૯૬૭-૬૮માં નવેસર સ્થળ–તપાસ કરી, આ આખો પ્રશ્ન ડૉ. રમણલાલ મહેતાએ ફરી એક વાર તપાસ્ય. ૧૧
આ પુરાવસ્તુની તપાસને પરિણામે રુદ્રદામાના લેખમાં દર્શાવેલ પર્વતપાદપ્રતિસ્પધી સેતુ શોધી કાઢવામાં આવ્યો. લેખમાં લખ્યા પ્રમાણે મૃત્તિકોપલમય સેતુ માટી અને પથ્થરોથી બાંધવામાં આવ્યો હતો. ઉપરકેટની પાસેથી આ સેતુ શરૂ થતો અને એ ધારાગઢ દરવાજની અંદર થઈને ખાપરા કેડિયાની ગુફાઓ પાસે થઈ, જોગણિયા ડુંગર તરફ જતો અને એ ડુંગરમાં એને મેળવી લેવામાં આવ્યો હતો. ડુંગર પર પગથિયાં તથા પરિવાહ બનાવવામાં આવ્યાં હતાં.
આ સેતુ આશરે એક કિલોમીટર લાંબે, એનો પાયો સે મીટર પહોળો અને ઉપરનો ભાગ ૧ મીટર પહોળો હતો. એની ઉપલી સપાટી એકસરખી હતી અને તેથી જમીનની ઊંચાઈ લક્ષમાં લેતાં એ સેતુની ઊંચાઈ આશરે ૧૭ મીટર થતી હતી, પણ એની ઊંચાઈ જુદે જુદે સ્થળે જુદી જુદી હતી. આ આખું બાંધકામ આશરે ૯,૪૩,૫૦૦ ઘન મીટર માટીનું હતું. રુદ્રદામાના વખતમાં એ તૂટતાં એનો ૨૬,૨૨૫ ઘન મીટર ભાગ લેવાઈ ગયો હતો અને સ્કંદગુપ્તતા વખતમાં ૧૦,૪૦૦ ઘન મીટર ભાગ લેવાઈ ગયો હતો.
આ માટી અને પથ્થરનો બાંધેલે સેતુ આજે છિન્નભિન્ન અવસ્થામાં પડેલો છે અને એની ઉપર ઊગેલાં ઝાડ, આજુબાજુની પથ્થરની ખાણો અને