Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પ્રાચીન મહેશ્વર (જિ. નિમાડ, મધ્ય પ્રદેશ), ત્રિપુરી (જિ. જબલપુર, મધ્ય પ્રદેશ), નગરા, ભરૂચ વગેરે સ્થળામાંથી આ વાસણું ઘણું પ્રમાણમાં મળે છે, તેથી એ આ કાલનાં ગામ શોધવામાં મદદરૂપ થાય છે. કાળાં-અને-લાલ વાસણ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થતાં હોઈ એ અખિલ ભારતીય પ્રવૃત્તિનાં સૂચક છે. ઉત્તરનાં કાળ ચળકતાં વાસણ
કાળાં-અને-લાલ વાસણોના થરમાં કાળાં પુષ્કળ ચળકતાં વાસણ કવચિત મળી આવે છે. ગુજરાતમાં નગરા, ટીંબરવા, ભરૂચ અને ખા‘-એ ચાર સ્થળોએથી અને સૌરાષ્ટ્રમાં સોમનાથમાંથી આ વાસણ મળ્યાં છે. આ વાસણને 24*999 Hi Northern Black Polished (&shi N. B. P.) Ware અર્થાત્ “ઉત્તરનાં કાળાં ચળકતાં વાસણ કહે છે. પરંતુ આ શબ્દ આ વાસણોને ચળકાટ ઘસીને પોલિશ કરવાથી આવે છે એમ દર્શાવે છે, જે નિતાંત અસત્ય છે. આ વાસણોને સંપુટમાં પકવવાથી જ આ ચળકાટ આવે છે, તેથી એને માટે KN. B. P.' એ રૂઢ શબ્દની રૂએ જ પ્રયોજાય છે.
ગુજરાતમાંથી આ વાસણ માત્ર કાળા રંગનાં મળ્યાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાંથી એમાં કાળા ઉપરાંત સેનેરી, રૂપેરી વગેરે રંગ પણ દેખાય છે. આ વાસણ મોર્યકાલમાં ભારતના જુદા જુદા ભાગોમાં ફેલાયાં હેવાને પૂરતો સંભવ છે. ગુજરાતમાં એ જૂજ પ્રમાણમાં મળે છે તેમ બીજા પ્રદેશમાં પણ બીજા વાસણોની સરખામણીમાં એનું પ્રમાણ નજીવું છે, કારણ કે એની બનાવટ મુશ્કેલ હોઈ એ ડાં બનતાં હશે. એમાં વાડકા અને થાળી જેવા ઘાટ દેખાય છે. કેટલાક પાત્રખંડ પર આહત ભાત અને બીજા કેટલાક પર ઉપસાવેલી ભાત નજરે પડે છે (પટ્ટ ૪, આ. ૧૧–૧૧). આ વાસણ મૌર્યકાલ તેમજ અનુમૌર્યકાલમાં મળી આવે છે અને એ કાલક્રમ નક્કી કરવામાં ઘણાં ઉપયોગી છે.
લાલ વાસણે
લાલ વાસણમાં તદ્દન સાદાં તથા ગેરુ લગાવેલાં વાસણોને સમાવેશ થાય છે. આ વાસણ સામાન્ય વપરાશનાં હોઈ એ ઘણા મોટા પ્રમાણમાં મળતાં હોય છે, પરંતુ એનો વપરાશ પણ લાંબે સમય સુધી ચાલુ રહેલે હાઈ એ સમયાંકન માટે ભરોસાપાત્ર હેતાં નથી. છતાં એના પર લગાવેલા ગેરને લાક્ષણિક રંગ હેય છે અને લાંબા અનુભવ પછી એની પ્રાચીનતા સમજાય છે, પરંતુ માત્ર આ વાસણોના એકમાત્ર પુરાવા પરથી એ સ્થળને સમય નકકી કરવામાં ભય રહેલો છે. આ વાસણમાં ઘડા, માટલાં, કલેડાં, લોટા વગેરે રોજિંદા વપરાશનાં