Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પ્ર
ધાતુકામ
ગુજરાતમાંથી પથ્થર ઉપરાંત ધાતુની વસ્તુઓ મળી છે. આ ધાતુઓમાં લોખંડ, તાંબું, ચાંદી, સેનું અને સીસું ગણવાય. ધાતુઓ પૈકી લેખંડનો ઉપ
ગ મૌર્યકાલ પહેલાં સામાન્ય બની ચૂક્યો હતે. લોખંડને ઉપયોગ કરનાર પ્રજાએ નગરા, ટીંબરવા, જાલત, સાઠોદ, ભરૂચ, કામરેજ, જેખા, ધાતવા, વણેસા (મ. પલસાણ, જિ. સુરત) વગેરે ગામ વસાવ્યાં હતાં. આ ગામોમાં નગર, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામ લેખંડ વાપરનાર પ્રજાએ ઈ. પૂ. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં પહેલવહેલાં વસાવ્યાં હતાં, પરંતુ જેખા અને ધાતવા જેવાં સ્થળોએ આ કાલ કરતાં પ્રાચીન કાલનાં ગામઠાણ પર પુનર્વસવાટ કર્યો હતો. આ ગામના અભ્યાસ પરથી લાગે છે કે આ કાલમાં કેટલાંક ગામ અને નગર પ્રથમ વાર અસ્તિત્વમાં આવ્યાં અને તેથી એક કલ્પના કરી શકાય કે ભારતમાં વસ્તી વધતી જતી હતી અને એણે જંગલે સાફ કરીને નવી વસાહતો ઊભી કરી હતી. આ લોકોનાં લેખંડનાં ઓજારેએ જંગલે સાફ કરવા માટે વધુ સારી સગવડ કરી આપી હોવાને પૂરતો સંભવ છે. આ કાલમાં લેખંડનાં ઓજારો અને કીડા જોતાં અહીં લોખંડ ગાળનાર તથા ઓજારો બનાવનાર લુહારે અસ્તિત્વ ધરાવતા હતા. એમણે બનાવેલાં ભાડાં (પ , આ. ૨૦), છીણી જેવાં ઓજાર, ખાલા વગેરે માં છે, પરંતુ લેખંડ ઘણું ખવાઈ જતું હોવાથી એ સારી સ્થિતિમાં મળતું નથી.
લેખંડ ઉપરાંત તાંબાની વસ્તુઓ પણ મળે છે, તેમાં પ્રાચીન સિક્કાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ભારતના અન્ય ભાગેની માફક સૌથી પ્રાચીન સિક્કાઓમાં આહત(punch-marked)ને નામે જાણીતા સિક્કા વડનગ૨૧૬ નગરા ૧૭ કામરેજ,૧૮ ધાવા ૧૯ જેવાં સ્થળોએથી મળ્યા છે. આ સિક્કાઓને લીધે વેપાર-ઉદ્યોગની સગવડ વધતાં એને વિકાસ થવાથી ગુજરાતનાં બંદરે તરફ લોકોનું આકર્ષણ વધતું દેખાય છે. તળ-ગુજરાતનાં સ્થળામાં ભરૂચના ઘણ ઉલ્લેખ આ કાલથી મળતા હોવાનું સાહિત્યના અભ્યાસીઓ જણાવે છે. ઈસુ પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્દીના વસત્રવાટવાળાં બહુ ડાં સ્થળોએ ઉખનન થયેલું હોઈ આ કાલની ઘણી ઓછી વસ્તુઓ આપણને જાણવા મળે છે. તાંબા ઉપરાંત ચાંદીના સિક્કા પણ મળ્યા છે. તદુપરાંત તાંબા પર સેનું ચડાવેલું કાનનું ઘરેણું ધાતવામાંથી મળ્યું હેઈએની મદદથી આ કાલની ધાતુઓનું જ્ઞાન આપણને મળે છે.