Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪મું]
૩િ૦૧
આ પરથી વલભીના મૈત્રક રાજવંશના રાજાઓને “મૈત્યો' તરીકે ઓળખાવી શકાય એવું . હરિપ્રસાદ શાસ્ત્રાએ સૂચવ્યું છે. ૩ એ મૈત્રકે પણ પરમ માહેશ્વર હતા અને એમની રાજમુદ્રાનું લાંછન શિવવાહન નંદીનું હતું.૮૪ વળી આગળ જતાં આ વંશના રાજા “બમ્પ'૮૫ના પાદનું ધ્યાન ધરતા હતા, જે એમને સંપ્રદાયના વડા ધર્માચાર્યો હોવાનું જણાય છે.
આ વંશના સ્થાપક ભટાર્ક સેનાપતિ હતા,૮૭ જે પરથી એ કુળના પુરુષો લડાયક ધંધા સાથે સંબંધ ધરાવતા હોવાનું સૂચિત થાય છે. સેનાપતિ ભટાકે પિતાના રાજ્યની સ્થાપના વલભીપુરમાં ઈ.સ. ૪૭૦ના અરસામાં કરી. એના બીજા પુત્ર દ્રોણસિંહને ઈ.સ. ૫૦૦ ના અરસામાં મહારાજ તરીકે રાજ્યાભિષેક થ.૮૮ એના વંશજ ધ્રુવસેન બીજા( લગભગ ઈ.સ. ૬૨૮ થી ૬૪૩)ને ઉત્તરાયણના ચક્રવતી હીના જમાઈ થવાનું ભાગ્ય મળ્યું.૮૯ એને પુત્ર ધરસેન ૪ થો.
પરમભકારક મહારાજાધિરાજ પરમેશ્વર ' અને “ચકવર્તી' જેવાં મહાભિરુદ ધરાવતે થયો.૯૦ આમાંનાં પહેલાં ત્રણ મહાબિરુદ છેલ્લા કેટલાક વંશજોએ પણ ચાલુ રાખ્યાં. આ મૈત્રક વંશની રાજસત્તાને વિ. સં. ૮૪૫ (ઈ.સ. ૭૮૮-૮૯) માં અંત આવ્યો. ૧
આ રીતે જે મૈત્રકોએ વલભીપુરની રાજધાનીમાંથી લગભગ આખા ગુજરાત પર ત્રણ સદીઓ (ઈ. સ. ૪૭૦ થી ૭૮૮-૮૯) જેટલા લાંબા કાલ સુધી રાજસત્તા ધરાવી તે પાશુપત સંપ્રદાયની મ” અથવા “મિત્ર' શાખાના હેવાનું જણાય છે. ૪. કૌરુષ્ય શાખા
લકુલીશના ચોથા શિયનું નામ કૌરુષ હતું, પણ સાહિત્યમાં કાકીના નામ પરથી શૈવ-શાખા શરૂ થયાના ઉલ્લેખ મળે છે. ૩ રામાનુજ અને ભાસ્કરાચાર્ય કારુકીને બદલે અનુક્રમે “કાલાનન” અને “કારક-સિદ્ધાંતી' કહે છે, તેથી ઠે. રા. ગો. ભાંડારકર “કારુક” અને “કાલાનન’ને એક ગણે છે.૯૪
આ “કારુક શબ્દ ઘણું કરીને લકુલીશના ચાર શિષ્યોમાંના ત્રીજા શિષ્ય કૌરિયનું અપભ્રષ્ટ રૂપ હશે અથવા “કૌરુષ’ એ કારુક'નું સંસ્કૃત રૂપાંતર થયું હશે, એમ . રા. ગે. ભાંડારકર સૂચવે છે.૯૫ આ સૂચનને ઈ.સ. ૧૧૭૭ ના એક શિલાલેખથી પુષ્ટિ મળે છે. એમાં કાલાનનેને લકુલીગમ- સમયના અનુયાયી કહ્યા છે. અંમરાજને તંડીકડા શિલાલેખ આનાથી પણ મજબૂત