Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૦૨] . મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. પુરાવો પૂરો પાડે છે. એમાં કાલમુખ સાધુઓની શાખાને દતિહાસ આપ્યો છે અને આ શાખાનું મૂળ લકુલીશથી ગણવામાં આવ્યું છે.'
આ શાખાને ગુજરાતમાં પ્રચાર હોવાની સંભાવના છે.
ડ. પાઠક કાલાનન-કાલમુખ સાધુઓ કૌરુષના શિષ્ય હતા એવું સૂચવે છે ૯૭ કાલમુખો અને કાપાલિકે એક હોવાનું થી. દુર્ગાશંકર શાસ્ત્રીએ જણાવ્યું છ૯૮ ગુજરાતમાં કાપાલિકોને પ્રચાર હોવાના પુરાવા “મોહરાજપરાજય' નાટકમાંથી મળે છે,૯૯ એટલે આ શાખાને પ્રચાર ગુજરાતમાં હતું એ તદ્દન સંભવિત છે.
આમ આ કાલમાં લકુલીશ પાશુપત મત ગુજરાતમાં પ્રાદુભૂત થઈ બીજે પ્રસરવા લાગ્યો હતો, એટલું જ નહિ, પણ લકુલીશના પટ્ટ-શિષ્યો દ્વારા પ્રાદુર્ભત થયેલી કેટલીક શાખાઓ પણ પ્રસરવા લાગી હતી. આ કાળનાં મળી આવતાં શિલ્પ-સ્વરૂપો, સાહિત્ય-ગ્રંથો વગેરે એની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. સોલંકીકાલમાં તો એ રાજધર્મ તરીકે અને સામાન્ય પ્રજાના ભક્તિ-ધર્મ તરીકે સર્વવ્યાપી અસર કરે છે, જે આજે પણ ધાર્મિક ઉત્સવો, સાહિત્યિક પ્રકાર, નામકરણ વિગેરે દ્વારા પ્રતીત થાય છે.
પાદટીપ
૧. (૧) ત્રહ્મસૂત્રોવર રામાનુનીયં બીમાધ્યમ્ ૨-૨-૩૫, (૨) વ્યાસરતત્રસૂત્રચોપરિ વાતપ્રિાતા મમતીનાની ટી ૨-૨-૩૭ વગેરે. આમાં ગ્રંથો પરત્વે નામ-ફેર આવે છે. વામન પુરાણ “કાલમુખને બદલે “કાલવદન” શબ્દ પ્રયોજે છે.
2. V. S. Pathak, Saiva Culis in Northern India ૩. Ibid, p. 24 ૩ અ. શિવપુરાણ, સંહિતા, સ , . ૫, કોઇ ૧; fપુરાણ, ૩ રક
૪. દા. ત. (૧) વાયુપુરાન, ૧, ૩. ૨૩, સ્ત્રો ૨૨-૧૧૪; (૨) કૂર્મપુરા, લંs 1, પા. રૂ; (૨) પુરાણ ૩૪. ૨૪, શ્નો ૧૨૪-૧૨૮; (પ) શિવપુરાણ, ૬. , . ૫, ૬ો ૪૩-૬૦; (૫) ૐવપુરાણ, . ૫, ૩. ૮૨ swો, ४८-६४