Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
ભુલાવા લાગ્યાથી એને જોરથી પ્રચાર કરવા માટે એ ફરી અવતર્યાની વાત ચાલી છે. અર્થાત્ દશમા શતક પહેલાં લાંબા વખતે તેઓ થયા હોવા જોઈએ.પર
શિવપુરાણ, લિંગપુરાણ અને કૂર્મપુરાણ ઉપરાંત વાયુપુરાણ જેવાં પ્રાચીનતર પુરાણોમાં પણ લકુલીશના અવતારની વાત છે, એટલે તેઓ ઈ.સ.ના ત્રીજા તથા ચોથા શતક પહેલાં થયા હતા એમ માનવું સ્વાભાવિક છે.પ૩
વાસુદેવના સમાંતરે લકુલીશના જન્મના પુરાણોમાં મળતા ઉલ્લેખ પરથી ડૉ. રા. ગે. ભાંડારકર લકુલીશ ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં થયાનું ગણવે છે,૪ પણ ગુ. સં. ૬૧(ઈ. સ. ૩૮૦-૮૧)ને મથુરા–શિલાલેખ પરથી ડો. દેવદત્ત રા. ભાંડારકર લકુલીશ ઈ. સ. ની બીજી શતાબ્દીના પહેલા ચરણમાં થયાનું જણાવે છે.૫૫
પ્રસ્તુત લેખમાં ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામનાં બે શિવલિંગની પ્રતિષ્ઠા, કર્યાની નોંધ છે. આ પ્રતિષ્ઠા કરનાર આર્ય ઉદિતાચાર્ય “કુશિકથી દસમાં (કુરિમેન), પરાશરથી ચોથા, ભગવાન કપિલના શિષ્યના શિષ્ય અને ઉપમિતના શિષ્ય” હોવાનું એ લેખમાં લખ્યું છે, આ ઉપરથી ઈ.સ. ૩૮૦-૮૧ માં કુશિકની એટલે કે લકુલીશના શિષ્યની દસમી પેઢીને પુરુષ વિદ્યમાન હતો એમ ઠરે છે. આ વિરક્ત લેક હોઈ પેઢી દીઠ પચ્ચીસ વર્ષ ગણવામાં આવે તે કુશિકનો સમય લગભગ (ઈ.સ. ૩૮ ૦-૫૦=) ઈ.સ. ૧૩૦ ને આવે. એની એક પેઢી પહેલાં લકુલીશ ગણાય, એટલે લકુલીશ ઈસ. બીજા શતકના પહેલા ચરણમાં વિદ્યમાન હોય એવો સંભવ લાગે છે.પ૬
લકુલીશના અવતારને લગતા પૌરાણિક વૃત્તાંત તે લકુલીશને વાસુદેવના સમકાલીન કહેવા લાગ્યા છે, પ૭ પણ એનો અર્થ પાશુપત મતનો અને પાંચરાત્રને ઉગમ લગભગ સમકાલીન છે એમ કરીએ તો જ બધા ઐતિહાસિક પુરાવાઓને મેળ બેસે છે. ૫૮ વળી મહાભારત-શાંતિ પર્વના નારાયણીય ઉપાખ્યાનમાં પાંચરાત્ર સાથે પાશુપત-શાસ્ત્રનો ઉલ્લેખ છે, પણ પતંજલિએ શિવભક્તને શિવભાગવત કહ્યા છે, પાશુપત કહ્યા નથી. એ સર્વ ઉપરથી તથા ગુ. સ. ૬ ના મથુરાના શિલાલેખના સ્પષ્ટ પ્રમાણથી પતંજલિ પછી કેટલાક વખતે, ઘણું કરીને ઈ. સ. બીજા શતકના આરંભમાં, લકુલીશનો જન્મ આલેખી શકાય.૫૯ શિષ્ય-મંડળ
પુરાણ વગેરે સાહિત્યિક ગ્રંથોમાં અને અભિલેખોમાં લકુલીશના ચાર શિષ્ય ગણાવ્યા છે, જેઓ ૧. કુશિક, ર. ગાર્ગ (ગર્ગ), ૩. મિત્ર અને ૪. કૌરુષ્ય (કુરુષ) નામ ધરાવતા હતા.